RCB Victory Parade Stampede: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પહેલી આઈપીએલ ટ્રોફી જીત્યા બાદ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પરેડ યોજી હતી; તે સમયે થયેલી નાસભાગમાં ૧૧ લોકોના જીવ ગયા; આ કેસ તપાસ માટે CIDને સોંપવામાં આવ્યો છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આઇપીએલ ૨૦૨૫ (IPL 2025)ની ફાઇનલ મેચ (IPL 2025 Finals)માં જીત મેળવ્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru)ની ટીમની વિજયી પરેડ બુધવારે બેંગલુરુ (Bengaluru)ના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M Chinnaswamy Stadium)માં યોજવામાં આવી હતી ત્યારે સ્ટેડિયમની બહાર નાસભાગ થઈ ગઈ હતી (RCB Victory Parade Stampede). જેમાં ૧૧ લોકોનો જીવ ગયો હતો અને ૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે. હવે, આ કેસમાં પહેલી ધરપકડ કરવામાં આવી છે. આરસીબી (RCB)ના માર્કેટિંગ હેડની એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક થયેલી ભાગદોડ (Bengaluru Stampede)ના સંદર્ભમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ડીએનએન એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (DNA Entertainment Pvt Ltd), કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (Karnataka State Cricket Association) અને અન્ય લોકો સામે એફઆઇઆર (FIR) દાખલ કરવામાં આવી છે. FIRમાં ગેરકાનૂની હત્યા જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. તે જ સમયે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (Siddaramaiah)એ ધરપકડના આદેશો જારી કર્યા છે. આ આદેશ હેઠળ પહેલી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બેંગલુરુ એરપોર્ટ (Bengaluru Airport) પરથી RCBના માર્કેટિંગ હેડ નિખિલ સોસાલે (Nikhil Sosale)ની ધરપકડ કરી છે. સમાચાર અનુસાર, પોલીસે અન્ય ત્રણ લોકોની પણ અટકાયત કરી છે. આ બધાની ક્યુબન પાર્ક (Cubbon Park) પોલીસ સ્ટેશનમાં સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
નિખિલ સોસાલેની ધરપકડ (Nikhil Sosale arrested)એ સમયે કરવામાં આવી છે જ્યારે તે બેંગલુરુથી મુંબઈ (Mumbai) જઈ રહ્યો હતો. મળતી માહિતી મુજબ, નિખિલ સોસલે મુંબઈ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને એરપોર્ટ પહોંચતાની સાથે જ પોલીસે તેને પકડી લીધો. નિખિલની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી ઇન્ડિયન પ્રીમિયર લીગ - આઇપીએલ (Indian Premier League – IPL)માં આરસીબીના વિજય પછી, વિજય પરેડ પહેલા થયેલી નાસભાગ અને અંધાધૂંધીમાં તેની ભૂમિકા કેટલી ગંભીર હતી તે જાણી શકાય.
નિખિલ સોસાલે સાથે અટકાયતમાં લેવાાયેલા અન્ય ત્રણ લોકોમાં વિજય ઉજવણીના આયોજક, ડીએનએ એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડના ત્રણ કર્મચારીઓ, કિરણ, સુમંત અને સુનીલ મેથ્યુનો સમાવેશ થાય છે. તેમની પણ પુછપરછ કરવામાં આવી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટરની ફરિયાદ બાદ ક્યુબન પાર્ક પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. FIRમાં RCB ને આરોપી નંબર ૧, DNA એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને આરોપી નંબર ૨ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન એડમિનિસ્ટ્રેટિવ કમિટીને આરોપી નંબર ૩ તરીકે નામ આપવામાં આવ્યું છે. FIRમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇવેન્ટના આયોજન માટે જરૂરી પરવાનગી લેવામાં આવી ન હતી. RCB, DNA ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ અને રાજ્ય ક્રિકેટ એસોસિએશને જરૂરી પરવાનગી વિના વિજયની ઉજવણી કરી હતી.
જ્યારે RCBએ કહ્યું કે, તે તેની સામે નોંધાયેલી FIR બાદ કાનૂની કાર્યવાહીમાં સહકાર આપશે.

