Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પ્રેમાનંદ મહારાજના આશ્રમ વિશે ફલાહારી બાબાના પત્રમાં સનસનાટીભર્યો ખુલાસો

પ્રેમાનંદ મહારાજના આશ્રમ વિશે ફલાહારી બાબાના પત્રમાં સનસનાટીભર્યો ખુલાસો

Published : 06 October, 2026 11:47 AM | IST | Rajasthan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજસ્થાનની કંપની વિરાટ કોહલીને પાંચ કરોડમાં આશ્રમમાં લાવી હતી, હવે એ કંપનીના માણસો સંત બનીને આશ્રમમાં રહે છે

પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રાજસ્થાનની એક કંપનીએ વિરાટ કોહલીને પહેલી વાર આશ્રમમાં આમંત્રિત કરવા માટે પબ્લિક રિલેશન અને પ્રચાર પર પાંચ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા

પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રાજસ્થાનની એક કંપનીએ વિરાટ કોહલીને પહેલી વાર આશ્રમમાં આમંત્રિત કરવા માટે પબ્લિક રિલેશન અને પ્રચાર પર પાંચ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા


વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલારી શરણ ઉર્ફે દીપક લોધીના શંકાસ્પદ મૃત્યુ બાદ શ્રી હિત રાધા કેલીકુંજ આશ્રમ વિશે વિવિધ સમાચાર આવી રહ્યા છે ત્યારે શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ટ્રસ્ટના પ્રમુખ ફલાહારી મહારાજ (દિનેશ શર્મા)એ સંત પ્રેમાનંદ બાબાને ગોવર્ધન ગિરિરાજમાં રહેવાની વિનંતી કરતો પત્ર લખ્યો છે. તેમણે લખેલા એક પત્રમાં સનસનાટીભર્યા દાવા કરવામાં આવ્યા છે. આ પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રાજસ્થાનની એક કંપનીએ વિરાટ કોહલીને પહેલી વાર આશ્રમમાં આમંત્રિત કરવા માટે પબ્લિક રિલેશન અને પ્રચાર પર પાંચ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ સંતનો આરોપ છે કે ‘બિલ્ડરલૉબી અને જમીન માફિયા સિન્ડિકેટ પ્રેમાનંદ મહારાજના આશ્રમના નામનો ઉપયોગ પબ્લિક રિલેશન અને ખંડણી માટે કરી રહ્યાં છે. વિરાટ કોહલીને આશ્રમમાં લાવનારી રાજસ્થાનની એક કંપનીના માણસો સંત તરીકે આશ્રમમાં પ્રવેશી ગયા છે અને હવે પ્રૉપર્ટીના વ્યવહારોમાં સામેલ થયા છે. મોટી રકમ પડાવવા અને તેમના પ્રૉપર્ટીનાં હિતોને આગળ વધારવાનું કાવતરું તેઓ ઘડી રહ્યા છે.’

ફલાહારી મહારાજે સંત પ્રેમાનંદ મહારાજને વિશ્વભરના સનાતનીઓ માટે આદરણીય સંત ગણાવ્યા છે અને તેમના માટે સુરક્ષા વધારવાની માગણી કરી છે. શિષ્યોમાં જૂથવાદ અને પ્રવૃત્તિઓ પર ચિંતા વ્યક્ત કરતાં તેમણે પ્રેમાનંદ મહારાજને ઝેડ-પ્લસ સુરક્ષા પૂરી પાડવાની અપીલ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2026 11:47 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK