Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પ્રાણીઓની ચામડી, ચરબી અને હાડકાંમાંથી બનતાં હતાં ઘી અને આઇસક્રીમ

પ્રાણીઓની ચામડી, ચરબી અને હાડકાંમાંથી બનતાં હતાં ઘી અને આઇસક્રીમ

Published : 26 April, 2026 07:46 AM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્ય પ્રદેશના ખંડવાનો ચોંકાવનારો કેસ: ગેરકાયદે ફૅક્ટરીના સંચાલક અનવર કુરેશીની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મધ્ય પ્રદેશના ખંડવામાં જિલ્લા-પ્રશાસને પ્રાણીઓની ચરબીમાંથી ઘી અને આઇસક્રીમ બનાવતી ફૅક્ટરી પર દરોડો પાડ્યો હતો. ત્યાંથી ચરબીમાંથી બનેલા નકલી ઘીથી ભરેલાં કુલ ૭૯ ટિન અને ૯ બ્લુ ડ્રમ મળી આવ્યાં હતાં. એની સાથે જ મોટી સંખ્યામાં પ્રાણીઓના અવશેષોથી ભરેલી ગૂણીઓ પણ મળી આવી હતી. સિટી મૅજિસ્ટ્રેટ, મ્યુનિસિપલ કૉર્પોરેશન, ફૂડ વિભાગ અને પશુચિકિત્સા વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી હતી અને આ ગેરકાયદે ફૅક્ટરીના સંચાલક અનવર કુરેશીની ધરપકડ કરવામાં આવી હતી.

ખંડવા પ્રશાસનને ફરિયાદ મળી હતી કે મોઘાટ પોલીસ-સ્ટેશન વિસ્તારના ઇમ્લીપુરા વૉર્ડમાં બેગમ પાર્ક પાસે પશુની ચરબીમાંથી ઘી બનાવવાની ગેરકાયદે ફૅક્ટરી કાર્યરત છે. જિલ્લા-પ્રશાસનની જૉઇન્ટ ટીમે શુક્રવારે સવારે દરોડો પાડ્યો હતો. ત્યાંથી પશુની ચરબીમાંથી બનેલા ઘીનો મોટો જથ્થો અને આઇસક્રીમ બનાવવા માટે વપરાતા ઘટકો મળી આવ્યા હતા. મૃત પ્રાણીઓની ચામડી, ચરબી, હાડકાં અને અન્ય પ્રાણીઓના અવશેષો પણ મળી આવ્યાં હતાં. આ ઘી બજારમાં સપ્લાય કરવામાં આવી રહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2026 07:46 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK