ગોવાના એક 69 વર્ષના મહિલા 25 વર્ષ સુધી દર્દ, પેચવર્ક ટ્રીટમેન્ટ અને નિરાશાના ચક્રમાં જીવતા રહ્યા. અનેક ક્લિનિક્સમાં સતત ફિલિંગ, રૂટ કેનાલ, ક્રાઉન અને બ્રીજ લગાવાથી તેઓ થાકી ગયા અને પોતાને લઇ ખૂબ જ ચિંતિત રહેવા લાગ્યા.
					 
					
ધ ડેન્ટલ બોન્ડ દ્વારા પ્રભાવશાળી ડેન્ટલ રૂપાંતર
ગોવાના એક 69 વર્ષના મહિલા 25 વર્ષ સુધી દર્દ, પેચવર્ક ટ્રીટમેન્ટ અને નિરાશાના ચક્રમાં જીવતા રહ્યા. અનેક ક્લિનિક્સમાં સતત ફિલિંગ, રૂટ કેનાલ, ક્રાઉન અને બ્રીજ લગાવાથી તેઓ થાકી ગયા અને પોતાને લઇ ખૂબ જ ચિંતિત રહેવા લાગ્યા. ચાવવું અસહજ હતું, હસવું અસ્વાભાવિક લાગતું હતું, અને દર છ મહિને પોતાને ફરીથી ડેન્ટલ ચેર પર જોતા હતા, રાહતની આશા ધરાવતા જે તેમને ક્યારેય મળી નહીં. તેઓ યાદ કરે છે, “કંયારેય કંઇપણ ખરેખર સારું લાગ્યું નહીં.”
2018 માં તેમના જીવનમાં એક મહત્ત્વનો વળાંક આવ્યો, જ્યારે તેમણે ધ ડેન્ટલ બોન્ડમાં પ્રવેશ કર્યો, માત્ર એક ઝડપી ઉપાયનની શોધમાં નહીં. ડૉ. ફરહાથ સૈયદ (MDS એન્ડોડોન્ટિક્સ, માઇક્રોસ્કોપિક સ્પેશ્યાલિસ્ટ) અને ડૉ. હુસૈન હરિયાણાવાલા (MDS પ્રોસ્થોડોન્ટિક્સ, ITI ઇમ્પ્લાન્ટ સ્કોલર) દ્વારા સહ-સ્થાપિત આ ક્લિનિક તેમના મલ્ટી-સ્પેશ્યાલિસ્ટ દ્રષ્ટિકોણ, અત્યાધુનિક ટેકનોલોજી અને દર્દીના સુખાકારી પર અવિશ્વસનીય ધ્યાન માટે પ્રખ્યાત છે. સૌપ્રથમ વખત તેમની ડેન્ટલ કેરને સંપૂર્ણ, લાંબા ગાળાના ઉકેલ તરીકે ડિઝાઇન કરવામાં આવી - જે તેમના સ્વાસ્થ્ય, સ્મિત અને આત્મવિશ્વાસને ફરી સ્થાપિત કરવાનું વચન આપે છે.
ADVERTISEMENT
કામચલાઉ સમધાનના બીજા રાઉન્ડને બદ, ધ ડેન્ટલ બોન્ડના ડૉકટરોએ એક નવી શરૂઆત કરી. તેમની પ્રક્રિયા લક્ષણોને સુધારવા કરતાં તેમની સમસ્યાઓના મૂળ કારણને ઓળખવા અને તેના સમાધાન પર કેન્દ્રિત હતી. અત્યાધુનિક ડિજિટલ ડેન્ટલ ચિકિત્સાનો ઉપયોગ કરીને તેમણે તેણીના મૌખિક સ્વાસ્થયનું સટીક વિગતવાર વિવરણ કર્યું, શ્રેષ્ઠ પરિણામો સુનિશ્ચિત કરવા માટે રોગનું આકલન કર્યું. અદ્યતન માઇક્રોસ્કોપ-સહાયતા પ્રાપ્ત પ્રક્રિયાઓએ તેમને બેજોડ ચોકસાઈ સાથે નાની-નાની ખામીઓની પણ સારવાર કરવામાં સક્ષમ બનાવ્યા. તે દિવસે જ લગાવેલ સિરામિક ક્રાઉને મહિનાઓના ઇંતજારને ઘટાડીને એક સુવ્યવસ્થિત, આત્મવિશ્વાસ વધારનાર યાત્રામાં ફેરવી દીધી.
તેમની વ્યક્તિગત સારવાર યોજનામાં રુટ કેનાલ, ક્રાઉન, ઇમ્પ્લાન્ટ્સ, ફિલિંગ અને ઓનલેઝનો સમાવેશ કરવામાં આવ્યો હતો - દરેક પગલું લાંબા ગાળાના ટકાઉપણું, કાર્ય અને સૌંદર્ય સુનિશ્ચિત કરવા માટે કાળજીપૂર્વક ડિઝાઈન કરાયું હતું. પરંતુ આ ફક્ત આ માત્ર દાંતમાં ફેરફાર જ નહોતો; આ તેમના રોજિંદા જીવનમાં પરિવર્તન હતું. ભોજન સરળ બન્યું. વાતચીત સ્વાભાવિક લાગતી હતી અને દાયકાઓમાં પહેલીવાર તેઓ ખચકાટ વહત સ્મિત કરી શકતા હતા.
આજે આઠ વર્ષથી પણ વધુ સમય બાદ તેઓ ગોવામાં વારંવાર ડેન્ટલ સારવાર માટે મુલાકાત લીધા વિના મુકતપણે રહે છે. ધ ડેન્ટલ બોન્ડની ડિજિટલ ક્ષમતાને કારણે નિયમિત તપાસ ઘરે બેઠા જ થઇ જાય છે અને તેઓ સમયાંતરે મેન્ટેનન્સ ટ્રીટમેન્ટ માટે જ મુંબઈ જાય છે. આ પ્રોએક્ટિવ, પ્રી-એમ્પટિવ કેર- દર્દીના શિક્ષણ દ્વારા સમર્થિત - ખાતરી કરે છે કે સંભવિત સમસ્યાઓ વધતી જાય તે પહેલાં જ તેને પકડી લેવામાં આવે છે, જેનાથી તેમને માનસિક શાંતિ અને સ્થાયી મૌખિક સ્વાસ્થ્ય મળે છે.
પોતાની સફર પર પ્રતિબિંબ પાડતા, તેણી કહે છે:
"મારી સારવાર પૂર્ણ થયાને આઠ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, અને મને ફોલો-અપ સિવાય કોઈ અન્ય પ્રક્રિયાઓની જરૂર નથી. તેણે મને ડેન્ટલ ખુરશીના આઘાતને ભૂલી જવામાં મદદ કરી છે, અને હું તેના માટે હંમેશા આભારી છું."
તેણીનો અનુભવ ડેન્ટલ બોન્ડના ફિલસૂફીનું પ્રતીક છે: અદ્યતન ટેકનોલોજી, ડિટેઇલ પ્લાનિંગ અને મલ્ટી સ્પશિયાલિસ્ટ એક્સપર્ટાઇઝ સ્પર્શ સાથે જોડે છે. ફક્ત વ્યક્તિગત સમસ્યાઓ જ નહીં, પરંતુ સમગ્ર ચિત્રને સંબોધિત કરીને, ક્લિનિક એવા પરિણામો આપે છે જે મહિનાઓ નહીં, પણ વર્ષો સુધી ચાલે છે.
આ એક કરતાં વધુ મહિલાઓની સ્ટોરી છે; તે ભારતમાં દંત ચિકિત્સાનું પુનઃવ્યાખ્યાયીકરણ કરવાના ડેન્ટલ બોન્ડના મિશનનો પુરાવો છે. ચોકસાઇ, ઇનોવેશન અને કોમ્પ્રિહેન્સિવ સંભાળ દ્વારા, આ ક્લિનિક જીવનમાં પરિવર્તન લાવે છે, આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરે છે અને જીવનભર ટકી રહે તેવી સ્મિત પ્રદાન કરે છે.
ડેન્ટલ બોન્ડ ભારતભરના દર્દીઓને ચોકસાઇ દંત ચિકિત્સા અને કાયમી પરિવર્તનનો અનુભવ કરવામાં મદદ કરવાનું ચાલુ રાખે છે. તેમના મલ્ટી સ્પેશિયાલિસ્ટ અભિગમ અને અદ્યતન ટેકનોલોજી વિશે વધુ જાણવા માટે, thedentalbond.com ની મુલાકાત લો.
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	