Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પશ્ચિમ બંગાળમાં મમતા બૅનરજીની લક્ષ્મી ભંડાર યોજના સામે BJPએ માતૃ શક્તિ ભરોસા કાર્ડ લૉન્ચ કર્યું

પશ્ચિમ બંગાળમાં મમતા બૅનરજીની લક્ષ્મી ભંડાર યોજના સામે BJPએ માતૃ શક્તિ ભરોસા કાર્ડ લૉન્ચ કર્યું

Published : 16 April, 2026 11:14 AM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BJP બંગાળમાં સરકાર બનાવશે તો રાજ્યની દરેક મહિલાને ‘અન્નપૂર્ણા ભંડાર યોજના’ હેઠળ દર મહિને ૩૦૦૦ રૂપિયાની સીધી નાણાકીય સહાય આપવામાં આવશે

ગઈ કાલે કલકત્તામાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને BJPના નેતા સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળની બહેનો માટે ‘માતૃશક્તિ ભરોસા કાર્ડ’ લૉન્ચ કર્યું હતું

ગઈ કાલે કલકત્તામાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને BJPના નેતા સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળની બહેનો માટે ‘માતૃશક્તિ ભરોસા કાર્ડ’ લૉન્ચ કર્યું હતું


પશ્ચિમ બંગાળના રાજકારણમાં મહિલા મતદારોને આકર્ષવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગઈ કાલે કલકત્તામાં ‘માતૃ શક્તિ ભરોસા’ કાર્ડ લૉન્ચ કર્યું હતું. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ બંગાળ વિધાનસભાના વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી અને વરિષ્ઠ નેતા રૂપા ગાંગુલીની હાજરીમાં આ યોજનાનું અનાવરણ કરતી વખતે એક મોટી જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘જો BJP બંગાળમાં સરકાર બનાવશે તો રાજ્યની દરેક મહિલાને અન્નપૂર્ણા ભંડાર યોજના હેઠળ દર મહિને ૩૦૦૦ રૂપિયાની સીધી નાણાકીય સહાય આપવામાં આવશે. આ યોજના કોઈ ચોક્કસ વર્ગ સુધી મર્યાદિત રહેશે નહીં. કોઈ પણ ભેદભાવ વિના દરેક મહિલાને સન્માન અને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો BJPનો સંકલ્પ છે.’

બંગાળી નવા વર્ષ નિમિત્તે BJP મહિલા મોરચાએ આ અભિયાનને એક જનઆંદોલનમાં પરિવર્તિત કર્યું હતું અને રાજ્યમાં ઘરે-ઘરે જઈને મહિલાઓનાં નામ નોંધ્યાં હતાં અને ‘માતૃ શક્તિ ભરોસા’ કાર્ડનું વિતરણ કર્યું હતું. આ પહેલ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તરફ એક મોટું પગલું સાબિત થશે.



TMCનો વિરોધ


તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)એ આ પગલાની આકરી ટીકા કરી હતી અને એને મહિલા મતદારોને આકર્ષવાનો સીધો પ્રયાસ ગણાવ્યો હતો. TMCએ ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવીને એને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે મમતા બૅનરજીની ‘લક્ષ્મી ભંડાર’ યોજનાના જવાબમાં BJPનું ‘માતૃ શક્તિ ભરોસા’ કાર્ડ ચૂંટણી-સમીકરણોને બદલી શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2026 11:14 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK