નમાંશ સ્યાલના પાર્થિવ દેહને તેમના ગામ પટિયાલાકુટ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પતિને આખરી સલામ કરતી વખતે તેમનાં વિંગ કમાન્ડર પત્ની અફશાં સ્યાલ ભાંગી પડ્યાં હતાં.
દુબઈ ઍર-શોમાં તેજસ વિમાન-દુર્ઘટનામાં જીવ ગુમાવનારા વિંગ કમાન્ડર નમાંશ સ્યાલના પાર્થિવ દેહને ગઈ કાલે તામિલનાડુના સુલુર ઍરફોર્સ સ્ટેશન પર લાવવામાં આવ્યો હતો. તેઓ આ ઍરફોર્સ સ્ટેશન પર તહેનાત હતા અને અહીંથી જ તેજસ ફાઇટરને લઈને દુબઈ ઍર-શોમાં ગયા હતા. નમાંશ સ્યાલ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના રહેવાસી હતા એટલે તેમના પાર્થિવ દેહને ત્યાર બાદ કાંગડા લઈ જવામાં આવ્યો હતો. નમાંશ સ્યાલના પાર્થિવ દેહને તેમના ગામ પટિયાલાકુટ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પતિને આખરી સલામ કરતી વખતે તેમનાં વિંગ કમાન્ડર પત્ની અફશાં સ્યાલ ભાંગી પડ્યાં હતાં.


