કાર્યક્રમમાં ચાઇનીઝ રોબો પાસે સાઉદી સ્ટાઇલનો અરદાહ ડાન્સ કરાવવામાં આવ્યો
કાર્યક્રમમાં ચાઇનીઝ રોબો
ચાઇનીઝ હ્યુમનૉઇડ રોબોની ઇન્ડસ્ટ્રીઝ હવે રોબો પાસે લગભગ બધું જ કરાવી શકે છે. રોબોને પહેલાં સ્કિલ્સ શીખવવા પર ફોકસ કરવામાં આવતું હતું, જ્યારે હવે માણસ જેવો દેખાવ ધરાવતા રોબોઝને વિવિધ માનવસંસ્કૃતિ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં સાઉદી અરેબિયાના રિયાધમાં ચીનની એમ્બેસીએ હોસ્ટ કરેલા એક કાર્યક્રમમાં ચાઇનીઝ રોબો પાસે સાઉદી સ્ટાઇલનો અરદાહ ડાન્સ કરાવવામાં આવ્યો. અરદાહ એ સાઉદી સંસ્કૃતિનું તલવાર સાથે થતું પરંપરાગત લોકનૃત્ય છે. રોબોને પરંપરાગત સાઉદી અરેબિયન કપડાં પહેરાવવામાં આવ્યાં હતાં.
