Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દિલ્હીમાં શરૂ થયેલી સૌથી જાડિયા ડૉગીની સ્પર્ધામાં વિનર બનેલો ડૉગ ખિતાબ મેળવતાં પહેલાં જ મરી ગયો

દિલ્હીમાં શરૂ થયેલી સૌથી જાડિયા ડૉગીની સ્પર્ધામાં વિનર બનેલો ડૉગ ખિતાબ મેળવતાં પહેલાં જ મરી ગયો

Published : 03 October, 2026 11:36 AM | Modified : 03 October, 2026 12:34 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૭૫ કિલો વજન ધરાવતો ગોલા નામનો ડૉગી સૌથી વધુ મત સાથે જીતી ગયો હતો

ગોલા નામનો ડૉગી

અજબ ગજબ

ગોલા નામનો ડૉગી


સપ્ટેમ્બર મહિનાના અંતમાં દિલ્હીમાં એક ઇન્ટાગ્રામ અકાઉન્ટ પરથી ‘ફૅટ ડૉગ્સ ઑફ દિલ્હી’ ટાઇટલ સાથે શહેરના સૌથી જાડિયા અને જાણીતા ડૉગ માટેની સ્પર્ધા યોજાઈ હતી. એમાં કુલ ૬૪ ડૉગીઓએ ભાગ લીધો હતો. એમાં પ્રાણીપ્રેમીઓએ ઑનલાઇન વોટિંગ કરવાનું હતું. વોટિંગ માટે પહેલાં ૩૨ જોડીઓ તૈયાર કરવામાં આવેલી. એ જોડીઓમાંથી જેને વધુ લાઇક્સ મળી એ આગળના રાઉન્ડમાં વધ્યા. પહેલી ઑક્ટોબરે આ ઑનલાઇન સ્પર્ધામાં છેલ્લે બે ડૉગીઝ ફાઇનલ રાઉન્ડમાં બચ્યા હતા. એકનું નામ હતું ગુગુ અને બીજાનું નામ હતું ગોલા. ૭૫ કિલો વજન ધરાવતો ગોલા નામનો ડૉગી સૌથી વધુ મત સાથે જીતી ગયો હતો. જોકે કરુણતા એ હતી કે અઠવાડિયા સુધી લાંબી ચાલેલી આ સ્પર્ધા દરમ્યાન ડૉગીની તબિયત ખરાબ થતાં એ વિનર જાહેર થયો એ પહેલાં એનું મૃત્યુ થઈ ગયું હતું.  


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2026 12:34 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK