આ નંબર બનાવટી દસ્તાવેજો આપીને લેવાયા હતા. નકલી દસ્તાવેજોથી લેવાયેલા નંબર શોધવા માટે દૂરસંચાર વિભાગે એક પ્રણાલી વિકસાવી છે અને એની મદદથી ૭૦ લાખથી વધુ કનેક્શન મળી આવ્યાં હતાં.
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારના દૂરસંચાર વિભાગે ૭૦ લાખથી વધુ મોબાઇલ-નંબર કાયમ માટે બંધ કરી દીધા છે. આ નંબર બનાવટી દસ્તાવેજો આપીને લેવાયા હતા. નકલી દસ્તાવેજોથી લેવાયેલા નંબર શોધવા માટે દૂરસંચાર વિભાગે એક પ્રણાલી વિકસાવી છે અને એની મદદથી ૭૦ લાખથી વધુ કનેક્શન મળી આવ્યાં હતાં. વિભાગ એની સાથોસાથ સંચાર સાથી પોર્ટલ પર જઈને લોકો પોતાના નામે કોઈ બીજી વ્યક્તિ ફોન વાપરે છે કે નહીં એની તપાસ પણ કરી શકશે. આ કાર્યવાહીથી મોબાઇલ સર્વિસનો દુરુપયોગ રોકવામાં મદદ મળશે, પરંતુ સાઇબર ક્રાઇમ અને છેતરપિંડી જેવી પ્રવૃત્તિઓમાં પણ સુરક્ષા મળશે.