Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગાયોને કન્ટ્રોલ કરવા માટે બન્યો સ્માર્ટ નેકબૅન્ડ

ગાયોને કન્ટ્રોલ કરવા માટે બન્યો સ્માર્ટ નેકબૅન્ડ

Published : 27 March, 2026 12:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગાયોને પણ મુક્તિ મહેસૂસ થાય છે અને પોતાની મરજીથી પોતે ફરી રહી હોય એવી ફ્રીડમને કારણે ગાયો ખુશ રહે છે.

ગાયોને પણ મુક્તિ મહેસૂસ થાય છે અને પોતાની મરજીથી પોતે ફરી રહી હોય એવી ફ્રીડમને કારણે ગાયો ખુશ રહે છે

અજબ ગજબ

ગાયોને પણ મુક્તિ મહેસૂસ થાય છે અને પોતાની મરજીથી પોતે ફરી રહી હોય એવી ફ્રીડમને કારણે ગાયો ખુશ રહે છે


પશ્ચિમના દેશોમાં પશુપાલન કરનારા લોકો પણ હાઈ-ટેક થઈ ગયા છે. ન્યુ ઝીલૅન્ડની એક કંપનીએ ખાસ ગાય માટે એક સ્માર્ટ નેકબૅન્ડ બનાવ્યો છે. ગાયો ખુલ્લામાં ચરવા જાય એ એમની સેહત માટે ખૂબ સારું છે, પરંતુ ચરવા ગયેલી ગાયો ક્યાંક ખોવાઈ જાય અને બીજા કોઈના ખેતરમાં ઘૂસી જાય કે રોડ પર જતી રહે તો ઍક્સિડન્ટ થવાની સંભાવના રહે છે. એવામાં ન્યુ ઝીલૅન્ડના પશુપાલકો માટે એક એવો સ્માર્ટ બૅન્ડ બનાવવામાં આવ્યો છે કે એ પહેર્યા પછી ગાયો આપમેળે એમના માટે નક્કી કરેલા વર્ચ્યુઅલ વાડામાં જ ફરે છે. જેવી એ વાડાની સરહદ વટાવવાની કોશિશ કરે કે તરત જ એને નેકબૅન્ડ પર સિગ્નલ મળે છે અને ગાય આપમેળે પાછી વળી જાય છે. આ બૅન્ડ ગાયોને સમય અનુસાર વર્તવા પ્રેરે છે. દૂધ આપવાનો સમય થાય એટલે ખેડૂતે પોતાની સ્માર્ટ ઍપમાં Comeનું બટન દબાવવાનું. એટલે આખું ગાયનું ધણ દૂધ દોહવા માટેના શેડ તરફ ચાલવા માંડે છે. આ ઍપમાં વ્યક્તિગત રીતે પણ ગાયનું મૉનિટરિંગ થઈ શકે છે. જો કોઈ ગાય ઢીલુંઢાલું ચાલતી હોય, એની તબિયતમાં કંઈક ગરબડ હોય એવું લાગે તો તરત સ્માર્ટબૅન્ડથી ખેડૂત સુધી એનું સિગ્નલ પહોંચી જાય છે. આ ટેક્નિકથી ખેડૂતે ગાયોની રખેવાળી માટે વધુ લોકોને કામે રાખવા પડતા નથી. ગાયોને પણ મુક્તિ મહેસૂસ થાય છે અને પોતાની મરજીથી પોતે ફરી રહી હોય એવી ફ્રીડમને કારણે ગાયો ખુશ રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK