થોડા સમય પહેલાં મમ્મી બનેલી કિઆરા અડવાણી ફરી પાછી પોતાના ગ્લૅમરસ અંદાજને કારણે ચર્ચામાં આવી છે. કિઆરાએ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર પોતાનો ‘ચૉકલેટ ગ્લૅમ’ લુક શૅર કર્યો હતો.
કિયારા અડવાણી
થોડા સમય પહેલાં મમ્મી બનેલી કિઆરા અડવાણી ફરી પાછી પોતાના ગ્લૅમરસ અંદાજને કારણે ચર્ચામાં આવી છે. કિઆરાએ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર પોતાનો ‘ચૉકલેટ ગ્લૅમ’ લુક શૅર કર્યો હતો. કિઆરાએ આ જ લુકમાં એક અવૉર્ડ-ફંક્શનમાં હાજરી આપી હતી. કિઆરા આ તસવીરમાં મિલ્ક ચૉકલેટ શેડના ફિટેડ કૉર્સેટ સ્ટાઇલ ડ્રેસમાં જોવા મળી હતી. કિઆરાએ આ તસવીર સાથે કૅપ્શન લખી હતી, ‘મમ્મી ઘરે આવી ગઈ છે અને તે ચૉકલેટ લાવી છે.’
કિઆરાના આ ચૉકલેટી લુક પર આલિયા ભટ્ટ પણ ફિદા થઈ ગઈ હતી અને તેણે ‘ગૉર્જિયસ’ કહીને તેને વખાણી હતી. ઉલ્લેખનીય છે કે કિઆરાના હસબન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે આલિયા ભટ્ટ લાંબા સમય સુધી રિલેશનશિપમાં હતી. એ પણ જાણવું રસપ્રદ થઈ પડશે કે કિઆરાનું ઓરિજિનલ નામ આલિયા છે, પણ બૉલીવુડમાં ઑલરેડી એક આલિયા સ્થાન જમાવી ચૂકી હતી એટલે તેણે નામ બદલ્યું હતું.
