Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ભિખારી રાય નામના આ ભાઈએ ૧૨,૦૦૦ લોકોને રોજગાર આપ્યા છે

ભિખારી રાય નામના આ ભાઈએ ૧૨,૦૦૦ લોકોને રોજગાર આપ્યા છે

Published : 25 February, 2026 12:18 PM | IST | Tirhut
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિહારના શિવહર જિલ્લાના શાહપુર ગામમાં રહેતા એક માણસે ખરેખર સાબિત કરી બતાવી છે

ભિખારી રાય

અજબગજબ

ભિખારી રાય


‘નામ મેં ક્યા રખ્ખા હૈ?’ આ વાત બિહારના શિવહર જિલ્લાના શાહપુર ગામમાં રહેતા એક માણસે ખરેખર સાબિત કરી બતાવી છે. આ ભાઈનું નામ છે ભિખારી રાય, પરંતુ તેઓ જબરા ઉદ્યોગસાહસિક છે અને હજારો લોકોને રોજગાર પૂરો પાડે છે. ૧૨,૦૦૦થી વધુ લોકોને તેમણે ડેરીઉદ્યોગથી રોજગાર આપ્યો છે. ભિખારી રાયે માત્ર પોતાના ઘરને જ નહીં, તેમની સાથે કામ કરતા ૧૨,૦૦૦ લોકોને પણ સધ્ધર કર્યા છે. શાહપુર ગામ હવે શિવહર જિલ્લામાં સૌથી મોટો ડેરીઉદ્યોગ ધરાવતો થયો છે અને અહીં દૂધમાંથી દહીં, માવો, ઘી, માખણ અને પનીર જેવી ચીજોનું ઉત્પાદન કરીને એનું વેચાણ પણ કરવામાં આવે છે. ‍૫૦ વર્ષના ભિખારી રાયના બાપદાદા ગૌપાલક હતા અને દૂધ વેચીને ગુજરાન ચલાવતા હતા. જોકે ૩૦ વર્ષ પહેલાં ભિખારી રાયે એક રૂમમાં ડેરીઉદ્યોગની શરૂઆત કરી હતી. મહેનત તથા લોકોના સહયોગથી તેમણે અત્યાધુનિક મશીન લગાવ્યાં અને પછી તો કારોબાર એટલો વધ્યો કે હવે ડેરીઉદ્યોગ થકી ૧૨,૦૦૦ લોકોને રોજગાર મળે છે. તેઓ ભટકતા યુવકોને પોતાની ડેરીમાં કામ આપીને તેમને ઠરીઠામ કરવામાં મદદ કરે છે. તેમની આ પહેલની કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ પણ સરાહના કરી છે. તેમણે એવા સમયે આ ડેરીની સ્થાપના કરી હતી જ્યારે આ વિસ્તાર પૂરગ્રસ્ત અને બૅકવર્ડ ક્લાસનો ગણવામાં આવતો હતો. હવે ડેરીથી ધમધમી રહેલો ઉદ્યોગ શાહપુર ગામની શાન છે.


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2026 12:18 PM IST | Tirhut | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK