બિહારના ચંપારણ જિલ્લાના એક ગામમાં પાળતુ ભેંસના પેટમાંથી મોટો લાલ રંગનો પથ્થર નીકળ્યો
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
બિહારના ચંપારણ જિલ્લાના એક ગામમાં પાળતુ ભેંસના પેટમાંથી મોટો લાલ રંગનો પથ્થર નીકળ્યો. સ્થાનિક લોકો એને શિવલિંગનું સ્વરૂપ માની બેઠા છે. લોકોનું કહેવું છે કે ભેંસના પેટમાંથી ભગવાન શંકર પ્રગટ થયા છે. બલ્ડીહા ગામના જમાદાર યાદવ નામના ભાઈની પાળેલી ભેંસ અચાનક ખૂબ ખાંસવા લાગી હતી. આખરે એક ખૂબ મોટા અવાજ સાથે તેના મોઢામાંથી એક પથ્થર બહાર પડ્યો. એ પથ્થર ઘેરા લાલ-મરૂન રંગનો છે અને એમાં કોઈ કોતરણી જેવું છે. પથ્થરના શિવલિંગ જેવા આકારને લીધે લોકો એને શિવજીનું સ્વરૂપ માનવા લાગ્યા છે. યાદવભાઈએ એ પથરાને ધોઈને કથરોટમાં મૂકી એની પૂજા કરીને લોકોને દર્શન માટે મૂક્યો છે. લોકો હવે એના પર બીલીપત્ર અને ફૂલ ચડાવીને પૂજા કરે છે.
પૂજારીઓનું કહેવું છે કે આ તો સાક્ષાત ભૈરવબાબાનો અવતાર છે.

