બાંદરા-કુર્લા–કૉમ્પ્લેક્સમાં આવેલા જિયો કન્વેક્શન સેન્ટરમાં પૅરિસની લક્ઝરી ચૉકલેટ બ્રૅન્ડ ‘સલોન ડુ ચૉકલેટ પૅરિસ’ દ્વારા ૧૬ અને ૧૭ જાન્યુઆરીએ યોજાયેલા ચૉકલેટ એક્ઝિબિશનમાં એક ચૉકલેટનું શિલ્પ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.
આ વાઘ અને વાઘસવાર બાળક બન્ને ખાઈ શકાય એવાં છે
બાંદરા-કુર્લા–કૉમ્પ્લેક્સમાં આવેલા જિયો કન્વેક્શન સેન્ટરમાં પૅરિસની લક્ઝરી ચૉકલેટ બ્રૅન્ડ ‘સલોન ડુ ચૉકલેટ પૅરિસ’ દ્વારા ૧૬ અને ૧૭ જાન્યુઆરીએ યોજાયેલા ચૉકલેટ એક્ઝિબિશનમાં એક ચૉકલેટનું શિલ્પ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. વાઇટ ઍન્ડ ડાર્ક ચૉકલેટમાંથી બનેલા ખૂંખાર વાઘ અને નિર્દોષ બાળકનું સ્કલ્પ્ચરનું શીર્ષક છે ‘ધ સ્પિરિટ ઑફ હૅપીનેસ’.
સેલ્ફી-પૉઇન્ટ બનેલી સાડાપાંચ ફુટ ઊંચી, અઢી ફુટ પહોળી અને આઠ ફુટ લાંબી આ કલાકૃતિ ચૉકલેટનાં ગણપતિફેમ રિન્તુ રાઠોડે બનાવી છે. કુલ ૨૦૦ કિલો ચૉકલેટમાંથી બનાવેલો આ પીસ પર્યાવરણ-બચાવોનો સંદેશો આપે છે. આર્ટિસ્ટ રિન્તુબહેને ચૉકલેટ દ્વારા બાળકની ઇનોસન્સ તો તાદૃશ કરી છે સાથે એ જ માધ્યમે વાઘની વાઇલ્ડનેસ પણ ક્રીએટ કરી છે, ઈવન ક્રોધિત વાઘની મૂછના ઊંચા થઈ ગયેલા એક-એક વાળને ખાસ ઍન્ગલ આપ્યા છે.


