દેહરાદૂનના ધર્મપુરમાં એક યુવતીએ પોતાની પાળેલી બિલાડી માટે થઈને પોતાનાં જ ચાચા-ચાચી અને ત્રણ પિતરાઈ ભાઈઓ સામે ફરિયાદ નોંધાવી હતી
પ્રતીકાત્મક તસવીર
દેહરાદૂનના ધર્મપુરમાં એક યુવતીએ પોતાની પાળેલી બિલાડી માટે થઈને પોતાનાં જ ચાચા-ચાચી અને ત્રણ પિતરાઈ ભાઈઓ સામે ફરિયાદ નોંધાવી હતી. રશ્મિ ધીમાન નામની એક યુવતી તેમના વિસ્તારમાં ફરતી એક બિલાડી અને એનાં બચ્ચાંની દેખરેખ કરતી હતી. જોકે આ વાત તેનાં ચાચા-ચાચીને પસંદ નહોતી આવતી. રશ્મિએ પોલીસને લખાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે ‘મારાં ચાચા-ચાચી અને તેમનાં ત્રણ સંતાનોએ બિલાડીનાં બચ્ચાં ચોરાવ્યાં હતા. તેઓ બચ્ચાંને સ્કૂટીની ડિગ્ગીમાં બંધ કરીને લઈ ગયાં અને ક્યાંક દૂર જઈને છોડી આવ્યાં છે. જ્યારે મેં વિરોધ કર્યો તો તેમણે મને પણ મારવાની ધમકી આપી હતી.’ રશ્મિએ ચાચા-ચાચીના આખા પરિવાર વિરુદ્ધ પ્રાણીઓ સાથે ક્રૂરતા કરવાનો આરોપ લગાવ્યો હતો.


