Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > OLX પર 34 કરોડ રૂ.માં F-35 જેટ? ‘ડોનાલ્ડુ ટ્રમ્પન’ની ઑફર જોઈ તમે પણ હસી પડશો!

OLX પર 34 કરોડ રૂ.માં F-35 જેટ? ‘ડોનાલ્ડુ ટ્રમ્પન’ની ઑફર જોઈ તમે પણ હસી પડશો!

Published : 20 June, 2025 05:57 PM | Modified : 21 June, 2025 07:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Donaldu Trumpan lists F-35 fighter jet for sale: કલ્પના કરો કે તમે કોઈ ઑનલાઈન શૉપિન્ગ વેબસાઈટ પર સ્ક્રૉલ કરી રહ્યા હો અને અચાનક તમને એક ફાઈટર જેટ વેચાણ માટે મુકાયું મળે! તાજેતરમાં સોશિયલ મીડિયા યુઝર્સે પર આવું જ જોવા મળ્યું.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીર (સૌજન્ય: સોશિયલ મીડિયા)

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીર (સૌજન્ય: સોશિયલ મીડિયા)


કલ્પના કરો કે તમે કોઈ ઑનલાઈન શૉપિન્ગ વેબસાઈટ પર સ્ક્રૉલ કરી રહ્યા હો અને અચાનક તમને એક ફાઈટર જેટ વેચાણ માટે મુકાયું મળે! તાજેતરમાં સોશિયલ મીડિયા યુઝર્સે પર આવું જ જોવા મળ્યું જ્યાં અમેરિકામાં બનેલું બ્રિટિશ F-35 ફાઈટર જેટ વેચાણ માટે મુકાયું હતું, તે પણ નવા ટાયર, નવી બેટરી અને 2026 સુધીની વોરંટી સાથે. કિંમત? આશરે ચાર મિલિયન ડૉલર, એટલે કે લગભગ 34 કરોડ રૂ.! અને વેચનારનું નામ? `ડોનાલ્ડુ ટ્રમ્પન.`


સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો
આ સમાચાર સાંભળી તમને આશ્ચર્ય થશે, લોકોએ તેને સોશિયલ મીડિયા પર ખૂબ શૅર કર્યું. હજારો લોકો એ સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં શૅર કર્યો અને આશ્ચર્ય સાથે પૂછવા લાગ્યા કે શું આ ખરેખર સાચું છે?



વિચારની શરૂઆત તિરુવનંતપુરમથી થઈ હતી
આ આખી ચોંકાવનારી ઘટના તિરુવનંતપુરમથી શરૂ થઈ હતી, જ્યાં તાજેતરમાં એક ફાઈટર જેટે ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. ખરાબ હવામાન અને પૂરતું ઈંધણ ન હોવાના કારણે પાઈલટે આ વિમાનને લેન્ડ કરાવવાનું નક્કી કર્યું. તે વોરશિપ એક્સરસાઈઝનો ભાગ હતું અને ટેકનિકલ તપાસ માટે વિમાનને ઍરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યું હતું.



કોઈક વ્યક્તિએ આ તકને મજાક તરીકે વાપરી
જ્યારે વિમાન રિપેરિંગ અને ચેકિંગ માટે ઊભું હતું, ત્યારે કોઈક લોકોએ હદ વટાવી નાંખે તેવી હરકત કરી, કદાચ વાયરલ થવાની આશામાં કે દુર્લક્ષ્ય ફૉલોયર્સ પ્રાપ્ત કરવા માટે. થોડા દિવસોમાં, ફૅક OLX જેવી દેખાતી એક વેબસાઈટ પર આ વિમાનનો ફોટો અપલોડ કરીને વેચવા માટે મૂક્યું હતું.

લિસ્ટિંગમાં ‘નવી બેટરી’ અને વોરંટી સુધીની વિગતો પણ
આ લિસ્ટિંગમાં ફાઈટર જેટની તસવીર તો હતી જ, સાથે એમાં ‘નવી બેટરી’, ‘બ્રાન્ડ ન્યૂ ટાયર’, અને 2026 સુધીની વોરંટી જેવી વિગતો પણ દર્શાવવામાં આવી હતી. લોકો થોડા સમય માટે સાચું માની ગયા હતા કે કદાચ ખરેખર વેચાણ માટે મુકાયું છે!

સોશિયલ મીડિયા યુઝર્સે કર્યું ફેક્ટ-ચેક
સદભાગ્યે, ઇન્ટરનેટે પોતાનું કામ કર્યું. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તરત જ આ દાવા વિશે તપાસ કરી અને ખોટી માહિતી હોવાનો ભાંડો ફોડ્યો. તરત જ લોકો સમજી ગયા કે આ એક ફેક પોસ્ટ છે.

આ પહેલા પણ આવી ફેક લિસ્ટિંગ્સ થઈ છે વાયરલ
આજની આ ઘટના પહેલી નથી. ઑપરેશન સિંદૂરની શરૂઆત સમયે પણ આવું કંઈક બન્યું હતું, ત્યારે પણ અફવા ફેલાઈ હતી કે ભારતીય વાયુસેનાનું રાફેલ વિમાન ધ્વસ્ત થયું છે. થોડી જ વારમાં, પાકિસ્તાની યુઝર્સે જુદા જુદા ધાતુના ટુકડા ઓનલાઇન મુકવાનું શરૂ કર્યું અને દાવો કર્યો કે આ રાફેલના અવશેષો છે. અને તેમાં પણ કિંમત મુકાઈ હતી 20,000 રૂ.! પણ સત્તાવાર રીતે એ દાવા ખોટા સાબિત થયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

21 June, 2025 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK