Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ફ્યુઅલ બચાવવા માટે પચીસ ઈ-રિક્ષામાં જાન લઈને પરણવા ગયો ખેડૂતનો દીકરો

ફ્યુઅલ બચાવવા માટે પચીસ ઈ-રિક્ષામાં જાન લઈને પરણવા ગયો ખેડૂતનો દીકરો

Published : 21 June, 2026 12:55 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમામ જાનૈયાઓ ઈ-રિક્ષામાં જ સવાર થયા હતા એટલે લગભગ પચીસ રિક્ષાઓ લાઇનસર જ્યારે ગામમાં પ્રવેશી ત્યારે નજારો જોવા જેવો થયો હતો. 

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંધણની બચત કરવાનો મંત્ર જનતાને આપ્યો છે એ પછીથી કેટલાય લોકોએ ઇકો-ફ્રેન્ડ્લી ટ્રાન્સપોર્ટના વિકલ્પો અપનાવવા શરૂ કર્યા છે. ઉત્તર પ્રદેશના લખીમપુરમાં રાજેશ સિંહ નામના ખેડૂતના દીકરાએ પર્યાવરણ સંરક્ષણના સંદેશને ફેલાવવા તેમ જ લગ્નમાં થતા રાજાશાહી ઠાઠનો વિરોધ કરવા માટે ઈ-રિક્ષાનો ઉપયોગ કર્યો હતો. રાજેશ હાલમાં બૅન્ગલોરમાં એક હૉસ્પિટલમાં કામ કરે છે. શુક્રવારે તે ૧૫૦ જાનૈયાઓને લઈને કન્યાના ગામ પહોંચ્યો ત્યારે લાંબી જાનને જોઈને લોકો ચકિત થઈ ગયા હતા. લક્ઝરી કાર, બસ કે ઘોડાગાડીમાં જાન આવતી હોય, પણ રાજેશે ઈ-રિક્ષાનો ઉપયોગ કર્યો હતો. તમામ જાનૈયાઓ ઈ-રિક્ષામાં જ સવાર થયા હતા એટલે લગભગ પચીસ રિક્ષાઓ લાઇનસર જ્યારે ગામમાં પ્રવેશી ત્યારે નજારો જોવા જેવો થયો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2026 12:55 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK