આ કિસ્સા પછી રાજકીય મતભેદો કેટલા સિરિયસ પરિણામ સુધી પહોંચી શકે છે એની ચર્ચા સોશ્યલ મીડિયા પર ખૂબ ચાલી રહી છે.
નરેન્દ્ર મોદી
ચોરે ને ચૌટે, ડાઇનિંગ ટેબલ પર અને બીજા દરેક ઠેકાણે રાજકારણની ચર્ચા કરવી એ ભારતીયોનો આમ તો શોખ બની ગયો છે. આવી રાજકીય ચર્ચાઓ ઘણી વાર એટલી ઉગ્ર બની જાય છે કે એ ગંભીર ઝઘડામાં પરિણમે છે અને ઘણી વાર તો હિંસક પણ બની જાય છે. જોકે પરિવારના સભ્યો વચ્ચે થતી આવી ચર્ચાઓ સંબંધોને ખરાબ અસર પહોંચાડે છે. એવો જ એક કિસ્સો હમણાં બન્યો
છે.
ભારતીય જનતા પાર્ટી (BJP) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે ટીકા કરનાર દીકરાથી તેના પપ્પા એટલા ગુસ્સે ભરાઈ ગયા કે તેની સાથે સંબંધ જ કાપી નાખવાનો નિર્ણય લીધો. એટલું જ નહીં, પોતાના વિલમાંથી દીકરાનું નામ પણ હટાવી દીધું. પપ્પાના આ નિર્ણયને કારણે દીકરાનું શું થયું એની તો ખબર નથી, પણ આ કિસ્સા પછી રાજકીય મતભેદો કેટલા સિરિયસ પરિણામ સુધી પહોંચી શકે છે એની ચર્ચા સોશ્યલ મીડિયા પર ખૂબ ચાલી રહી છે.


