Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હવે કૅફે કે મૉલને બદલે કબ્રસ્તાનમાં ડેટિંગ માટે મળવાનો જેન-ઝીમાં ટ્રેન્ડ

હવે કૅફે કે મૉલને બદલે કબ્રસ્તાનમાં ડેટિંગ માટે મળવાનો જેન-ઝીમાં ટ્રેન્ડ

Published : 16 May, 2026 01:11 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજકાલ જેન-ઝી પેઢીમાં ડેટિંગનો અજીબ ટ્રેન્ડ વાઇરલ થઈ રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


જેમ જેન-ઝીના રિલેશનશિપ માટેના ફન્ડા અટપટા અને જાતજાતનાં નામોવાળા હોય છે એમ હવે ડેટિંગ માટેના ફન્ડા પણ યુનિક હોય છે. આજકાલ જેન-ઝી પેઢીમાં ડેટિંગનો અજીબ ટ્રેન્ડ વાઇરલ થઈ રહ્યો છે. હવે યુવાનો કૅફેના કોઝી વાતાવરણમાં કે મૉલના પૉશ વિસ્તારમાં હળવા-મળવાને બદલે કબ્રસ્તાનોમાં ડેટ માટે જવાનું પસંદ કરે છે. યુવાનોનું માનવું છે કે કૅફે અને પબ્લિક સ્થળો પર ખૂબ અવાજ, ફોન અને સોશ્યલ મીડિયા પર વધુ ધ્યાન રહે છે. એને કારણે અંગત વાતચીતમાં ડિસ્ટર્બન્સ આવે છે. કબ્રસ્તાન શાંત હોય છે અને અહીં લોકો કોઈ રોકટોક વિના ખૂલીને શાંતિથી વાતચીત કરી શકે છે. અહીં તેમને જેન્યુઇન કનેક્શન ફીલ થાય છે. શહેરોમાં હવે પ્રાઇવસી મળે એવી જગ્યાઓ જ બચી નથી. એવામાં ભીડભાડ ઓછી હોય અને લોકોની નજરોથી દૂર શાંતિથી એકમેકને મળી શકાય એવી જગ્યા તરીકે કબ્રસ્તાન હવે ફેવરિટ બની રહ્યાં છે. f


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2026 01:11 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK