માત્ર ૮ સેકન્ડના આ વિડિયોમાં એક ગધેડો જોવા મળે છે. આ ગધેડાને એકદમ મોટરસાઇકલ જેવો લુક આપવામાં આવ્યો છે. ગધેડાની પીઠ પર બાઇકના શેપની સીટ ફિટ કરવામાં આવી છે અને એના માથે બાઇકનું હૅન્ડલ લગાવવામાં આવ્યું છે.
હર્ષ ગોયનકાએ ઘાસથી ચાલતી અનોખી બાઇક ઇન્ટ્રોડ્યુસ કરી
રામપ્રસાદ ગોયનકા ગ્રુપના ચૅરમૅન હર્ષ ગોયનકાએ બુધવારે સોશ્યલ મીડિયા પર એક નવો દેશી જુગાડ શૅર કર્યો હતો. માત્ર ૮ સેકન્ડના આ વિડિયોમાં એક ગધેડો જોવા મળે છે. આ ગધેડાને એકદમ મોટરસાઇકલ જેવો લુક આપવામાં આવ્યો છે. ગધેડાની પીઠ પર બાઇકના શેપની સીટ ફિટ કરવામાં આવી છે અને એના માથે બાઇકનું હૅન્ડલ લગાવવામાં આવ્યું છે. કપાળ પર હેડલાઇટ પણ છે જે બટનથી ઑન-ઑફ થઈ શકે છે. હર્ષ ગોયનકાએ વિડિયો સાથે લખ્યું હતું, ‘હવે EV (ઇલેક્ટ્રિકલ વ્હીકલ)ને બદલે GV (ગ્રાસ વ્હીકલ)નો જમાનો આવ્યો છે. પર્યાવરણ-ફ્રેન્ડ્લી આ સવારી ન ધુમાડો પેદા કરે છે ન મોંઘા પેટ્રોલ કે વીજળીની ખપત કરે છે.’
કહેવાય છે કે આ વિડિયો પાકિસ્તાનનો છે. લોકો એને ભવિષ્યની સૌથી સસ્તી સવારી કહે છે.
