Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હૈદરાબાદમાં યુવાનો કૅફે કે રેસ્ટોરાંમાં નહીં, રોડના ડિવાઇડર પર ઊજવે છે બર્થ-ડે

હૈદરાબાદમાં યુવાનો કૅફે કે રેસ્ટોરાંમાં નહીં, રોડના ડિવાઇડર પર ઊજવે છે બર્થ-ડે

Published : 06 June, 2026 11:58 AM | IST | Hyderabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ટ્રેન્ડ આજકાલ વેગ પકડી રહ્યો છે. અહીં છેલ્લાં બે-ત્રણ વર્ષથી એકલદોકલ લોકો જન્મદિવસની ઉજવણી કરવા આવતા હતા

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


જન્મદિવસની ઉજવણી માટે મોંઘી રેસ્ટોરાં અને કૅફેનો ક્રેઝ છોડીને હૈદરાબાદના યુવાનોએ રોડના ડિવાઇડરને પાર્ટી-સ્પૉટ બનાવી દીધું છે. ખાસ કરીને હૈદરાબાદના ખજાગુડા લેક રોડ પર રાત થતાં જ યુવાનોનાં ધાડાં આવી જાય છે. અનેક ગ્રુપ્સ રાતના બાર વાગ્યાના ટકોરે અહીં જન્મદિવસ ઊજવવા આવે છે. આ ડિવાઇડર થોડોક પહોળો છે અને અહીં થોડા-થોડા અંતરે મોટા પથ્થર પણ ગોઠવવામાં આવ્યા છે. બે-ચાર યુવાનોથી માંડીને પંદર-વીસ યુવાનોનાં ગ્રુપ્સ અહીં રાતના સમયે આવે, પથ્થર પર કેક ગોઠવીને ત્યાં જ કેક-કટિંગ કરે અને ત્યાં જ સેલિબ્રેશન કરે. કોઈક વળી ફટાકડા લઈ આવ્યું હોય તો એ પણ ફૂટે. ક્યારેક તો દસ-બાર ગ્રુપમાં લોકોનો સહિયારો બર્થ-ડે ઊજવાતો હોય એવાં દૃશ્યો પણ સર્જાય છે. આ રોડ પર જન્મદિવસની ઉજવણીના વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થવાથી હવે તો આ રોડનું હુલામણું નામ જ પડી ગયું છે ‘બર્થ-ડે રોડ’.

આ ટ્રેન્ડ આજકાલ વેગ પકડી રહ્યો છે. અહીં છેલ્લાં બે-ત્રણ વર્ષથી એકલદોકલ લોકો જન્મદિવસની ઉજવણી કરવા આવતા હતા. હવે આ ટ્રેન્ડમાં યુવાનો અને જેન-ઝી જોડાતાં એ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. 


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2026 11:58 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK