ભારતે અગાઉ પણ આવો નિર્ણય કર્યો હતો પરંતુ ૨૦૧૨માં સંસદીય સ્થાયી સમિતિએ ૫૯મા અહેવાલમાં આની સામે લાલબત્તી ધરી હતી. એ માટે સતત દબાણ થતું હોવાથી ફાર્મા કંપનીઓને આ નિર્ણયથી ફાવતું મળી ગયું છે.
...તો આપણે દવાની ટ્રાયલ નહીં કરીએ : કેન્દ્ર સરકાર
જવલ્લે જ જોવા મળતા રોગોની દવાઓ, જીન અને સેલ્યુલર થેરપી ઉત્પાદનો, કોરોનાકાળમાં આવેલી નવી દવાઓ, ખાસ કાળજી લેવા માટે વપરાતી નવી દવાઓ અને વર્તમાન માનાંક કરતાં મહત્ત્વની પુરવાર થયેલી દવાઓને અમેરિકા, બ્રિટન, જપાન, ઑસ્ટ્રેલિયા, કૅનેડા અને યુરોપીય દેશોમાં દવાઓને મંજૂરી મળી જશે તો ભારતમાં આ દવાઓની ‘સ્થાનિક ક્લિનિકલ ટ્રાયલ’ કરવામાં નહીં આવે એવો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે. ભારતે અગાઉ પણ આવો નિર્ણય કર્યો હતો પરંતુ ૨૦૧૨માં સંસદીય સ્થાયી સમિતિએ ૫૯મા અહેવાલમાં આની સામે લાલબત્તી ધરી હતી. એ માટે સતત દબાણ થતું હોવાથી ફાર્મા કંપનીઓને આ નિર્ણયથી ફાવતું મળી ગયું છે. જોકે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરનારા લોકોએ દવાની ચકાસણી કરવાની માગણી કરી છે.