રોબોને હકીકતમાં ચલાવવા માટે કંપની ૨૦૨૭ સુધીમાં રાઇડિંગ સિમ્યુલેટર લૉન્ચ કરશે.
રોબોટિક ઘોડો
જપાનની કાવાસાકી નામની ઍરોસ્પેસ કંપનીએ કોરલિયો નામનો સ્મૉલ સાઇઝ રોબોટિક ઘોડો તૈયાર કર્યો છે. આ ઘોડો પહાડના ઊબડખાબડ વિસ્તારોમાં જ્યાં ચાલવાનું કે ચડવાનું અઘરું હોય ત્યાં ઘોડા જેવું કામ આપશે. પહાડીઓ પર ચડવા માટે આપણે ત્યાં જેમ ટટ્ટુઓ વપરાય છે એવું જ કામ આપશે કોરલિયો નામનો હૉર્સ રોબો. ઘોડાની જેમ માણસ એના પર ઘોડેસવારી કરી શકશે. જ્યાં સમથળ સપાટી ન હોય અને વાહનો જવાનું શક્ય ન હોય ત્યાં કોરલિયોભાઈ કામ લાગશે. બરફીલા વિસ્તારો હોય કે ગાઢ જંગલ વિસ્તાર, પર્વત જેવું ચડાણ હોય કે સાંકડી કેડી પર સંતુલન જાળવીને ઉપર ચડવાનું હોય, કોરલિયો એ બખૂબી કરી શકે છે. ૧૫૦ સીસી હાઇડ્રોજન એન્જિનવાળા રોબો પર કોઈ સ્ટિઅરિંગ વ્હીલ નથી, પરંતુ રાઇડર શરીરનું વજન શિફ્ટ કરીને એને દિશાસૂચન કરી શકે છે, જેમ ઘોડેસવારીમાં કરવામાં આવે એવું જ અદ્દલ. કાવાસાકી કંપનીએ આ રોબોની પ્રોટોટાઇપ તૈયાર કરી છે જેને રિયાધમાં યોજાનારા એક્ઝિબિશનમાં લૉન્ચ કરવામાં આવે એવી સંભાવના છે. રોબોને હકીકતમાં ચલાવવા માટે કંપની ૨૦૨૭ સુધીમાં રાઇડિંગ સિમ્યુલેટર લૉન્ચ કરશે.


