શિક્ષકનો આ અનોખો અભિગમ જોઈને નેટિઝન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે
અસિસ્ટન્ટ ટીચર તરીકે ફરજ બજાવતા મુન્ના પ્રસાદ ગુપ્તા
સોશ્યલ મીડિયા પર આજકાલ એક અત્યંત રસપ્રદ અને અનોખો વિડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. એમાં એક સરકારી શિક્ષક સત્તાવાર કામગીરી માટે મોટરસાઇકલ કે કારને બદલે ઘોડા પર સવાર થઈને જતા જોવા મળી રહ્યા છે. શિક્ષકનો આ અનોખો અભિગમ જોઈને નેટિઝન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને ઇન્ટરનેટ પર આ વિશે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
ઝારખંડના તાતિદિરી ગામમાં અપગ્રેડેડ સરકારી હાઈ સ્કૂલમાં અસિસ્ટન્ટ ટીચર તરીકે ફરજ બજાવતા મુન્ના પ્રસાદ ગુપ્તાને ભારત સરકાર દ્વારા હાઉસલિસ્ટિંગ અને વસ્તીગણતરીની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમનું કાર્યક્ષેત્ર રાજકીય પ્રાથમિક વિદ્યાલય પાનઘટવા વિસ્તારમાં નક્કી કરવામાં આવ્યું છે. દુર્ગમ રસ્તાઓ અથવા સુવિધાના અભાવ વચ્ચે પણ પોતાની ફરજ પૂરી કરવા માટે શિક્ષકે અપનાવેલો આ પરંપરાગત અને રૉયલ અંદાજ હાલ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે.
