Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૦૫ વર્ષ જૂનું ભંગારમાં પડેલું ટ્રૅક્ટર સવા કરોડ રૂપિયામાં વેચાયું

૧૦૫ વર્ષ જૂનું ભંગારમાં પડેલું ટ્રૅક્ટર સવા કરોડ રૂપિયામાં વેચાયું

Published : 25 February, 2026 12:13 PM | IST | Jalandhar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૨૧ની સાલમાં જર્મનીમાં બનેલું આ ટ્રૅક્ટર નવાસવા શોધાયેલા ટ્રૅક્ટરના યુગની યાદ અપાવે એવું હ

આ ટ્રૅક્ટર એક ખંડિયેર જેવા મકાનમાં હતું અને લગભગ ૧૦૫ વર્ષ જૂનું હતું

અજબગજબ

આ ટ્રૅક્ટર એક ખંડિયેર જેવા મકાનમાં હતું અને લગભગ ૧૦૫ વર્ષ જૂનું હતું


પંજાબના જાલંધરમાં એક ભંગારમાં પડેલું ટ્રૅક્ટર સવા કરોડ રૂપિયામાં વેચાયું છે. આ ટ્રૅક્ટર એક ખંડિયેર જેવા મકાનમાં હતું અને લગભગ ૧૦૫ વર્ષ જૂનું હતું. આટલું જૂનું હોવાથી એ ચાલવાની કન્ડિશનમાં ન હોય એ સ્વાભાવિક છે. જોકે એમ છતાં એની કિંમત કરોડમાં અંકાઈ હતી. ૧૯૨૧ની સાલમાં જર્મનીમાં બનેલું આ ટ્રૅક્ટર નવાસવા શોધાયેલા ટ્રૅક્ટરના યુગની યાદ અપાવે એવું હતું. એને સ્ટાર્ટ કરવા માટે એન્જિનને પહેલાં બહારથી ગરમ કરવું પડતું હતું અને એ ખેતરમાં હળ ચલાવવાના કામ ઉપરાંત ચક્કી ચલાવવા માટે પણ વપરાતું હતું. આ જૂના સોનાને પહેલાં મુંબઈની એક કંપનીએ જોયું અને એને માટે બે લાખ રૂપિયાની ઑફર આપી. જોકે એ પછી માલિકને થયું કે આમાં ખરેખર કંઈક નવું હશે તો જ એને માટે કોઈ મોટી કંપની બે લાખ રૂપિયા આપવા માગે છે. તેણે થોડો સ્ટડી કર્યો. એ દરમ્યાન મુંબઈની કંપનીએ બોલી વધારીને ૨૮ લાખ રૂપિયા કરી દીધી એટલે માલિકે એ વેચવાનો ઇનકાર કરી દીધો. આ ટ્રૅક્ટરની ખાસિયત જાણીને એના માલિકે વિદેશમાં એને વેચવા કાઢ્યું અને વિદેશી કંપનીએ ૧.૨૫ કરોડ રૂપિયા આપીને એને ખરીદી લીધું. હવે એને અમેરિકાના કૅલિફૉર્નિયામાં આવેલા મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2026 12:13 PM IST | Jalandhar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK