‘મને સપનામાં અવારનવાર ભગવાન શિવ પ્રકટ થઈને કહેતા હતા કે તારા મૂળ ધર્મમાં આવીને મારી સેવા કર. આ વાત મને સ્પર્શી ગઈ એટલે મેં બાકીનું જીવન શિવજીની ભક્તિમાં સમર્પિત કરવાનું નક્કી કર્યું.’
સપનામાં ભગવાન શિવ આવ્યા એટલે મોહમ્મદ ધર્મપરિવર્તન કરીને મહાદેવ બન્યો
કોઈ પણ વ્યક્તિ પાસે પરાણે ધર્મપરિવર્તન કરાવવું એ ગુનો છે. જોકે કોઈ વ્યક્તિ જાતે જ સપનામાં આવેલા વિચારને અમલમાં મૂકીને ધર્મપરિવર્તન કરી લે તો એ નવાઈની વાત તો ખરી જ. મધ્ય પ્રદેશના ખંડવામાં મોહમ્મદ ખાન નામની એક વ્યક્તિએ થોડા દિવસ પહેલાં શહેરના પ્રાચીન મહાદેવગઢ મંદિરમાં જઈને સ્વેચ્છાએ હિન્દુ ધર્મ અપનાવ્યો એટલું જ નહીં, તેણે એ માટે માથાનું મુંડન કરાવી લીધું અને નવું બદલેલું નામ રાખ્યું મહાદેવ. હવે મહાદેવભાઈને લોકો પૂછી રહ્યા છે કે તમે ધર્મપરિવર્તન કેમ કર્યું? તો તેઓ કહે છે, ‘મને સપનામાં અવારનવાર ભગવાન શિવ પ્રકટ થઈને કહેતા હતા કે તારા મૂળ ધર્મમાં આવીને મારી સેવા કર. આ વાત મને સ્પર્શી ગઈ એટલે મેં બાકીનું જીવન શિવજીની ભક્તિમાં સમર્પિત કરવાનું નક્કી કર્યું.’
ખંડવાના પૌરાણિક મહાદેવગઢ મંદિરમાં આ પહેલાં પણ અનેક લોકો પોતાના મૂળ ધર્મમાં પાછા આવવા માટે ધર્મપરિવર્તન કરી ચૂક્યા છે.


