આ ઘટના બહાર આવતાં પત્ની અને સાસુ બન્નેની અટક કરવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના મેહરા ગામમાં ૨૭ વર્ષનો શિવપ્રકાશ તિવારી લગ્નજીવનથી કંટાળી ગયો હતો અને તેણે સોશ્યલ મીડિયા પર લાઇવ સુસાઇડ કર્યું હતું. જોકે એ વખતે તેની પત્ની પ્રિયા ત્રિપાઠી અને તેની મમ્મી ગીતા દુબે સુસાઇડના એ લાઇવ પ્રસારણને જોતાં રહ્યાં હતાં. શિવપ્રકાશને ખબર પડી હતી કે તેની પત્ની બીજા કોઈ વ્યક્તિ સાથે ખાનગીમાં વાતો કરી રહી છે. જોકે આ વાત તેણે જાહેર નહોતી કરી, કેમ કે તે લગ્ન બચાવવા માગતો હતો. જોકે એક અકસ્માતમાં તે ઘાયલ થતાં તેને ફિઝિકલ ડિસેબિલિટી આવી ગઈ હતી. હૉસ્પિટલમાંથી સાજો થઈને શિવપ્રકાશ પાછો આવ્યો ત્યારે પત્ની પિયર જતી રહી હતી. તે પત્નીને પિયર લેવા ગયો ત્યારે તેણે પાછી આવવાની ના પાડી દીધી. એ પછી તેણે પોતાના ઘરે આવીને ઇન્સ્ટાગ્રામ લાઇવ પર ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના પત્ની અને તેની સાસુએ ૪૫ મિનિટ સુધી જોયા કરી હતી. આ ઘટના બહાર આવતાં પત્ની અને સાસુ બન્નેની અટક કરવામાં આવી છે.

