કરુમ્બી અત્યારે પ્રેગ્નન્ટ છે ત્યારે પ્રાણીપ્રેમીઓને અસમંજસ છે કે એનું બચ્ચું પણ એના જેવું ક્યુટ અને ટચૂકડું જ હશે કે નૉર્મલ કદનું હશે?
કરુમ્બી
બકરીઓ આમ તો નાનું પ્રાણી જ હોય છે, પરંતુ એમાંય મિનિએચર વર્ઝન હોય તો એ કેટલું ટચૂકડું હોય એ કેરલામાં જોવા મળે છે. કેરલામાં પીટર લેનુ નામના પ્રાણીપ્રેમીને ત્યાં કરુમ્બી નામની બકરી છે જેની હાઇટ માત્ર એક ફુટ ત્રણ ઇંચ છે. કરુમ્બી કૅનેડિયન પિગ્મી પ્રજાતિની બકરી છે. કાળા રંગની આ ટચૂકડી બકરી ચાર વર્ષની પુખ્ત થઈ ગઈ હોવા છતાં એનું કદ હજી નવજાત બકરી જેટલું જ રહ્યું છે. કરુમ્બીના પગ માત્ર ૨૧ ઇંચના છે અને એનું કદ વધતું જ નથી. એને કારણે તે સૌથી ઠીંગણી બકરી બની રહી છે. કરુમ્બી અત્યારે પ્રેગ્નન્ટ છે ત્યારે પ્રાણીપ્રેમીઓને અસમંજસ છે કે એનું બચ્ચું પણ એના જેવું ક્યુટ અને ટચૂકડું જ હશે કે નૉર્મલ કદનું હશે?

