મધ્ય પ્રદેશના ભિલાલા સમાજમાં લગ્ન પહેલાં એક વિચિત્ર પરંપરા હજીયે નિભાવવામાં આવે છે. દીકરાનાં લગ્ન થવાનાં હોય ત્યારે તેને મા પ્રત્યેની જવાબદારીનો અહેસાસ કરાવવા માટે અને માના ધાવણનું કરજ યાદ કરાવવા માટે એક ખાસ વિધિ થાય છે.
ભિલાલા સમાજમાં લગ્ન પહેલાં નિભાવવતી પરંપરાની તસવીર
મધ્ય પ્રદેશના ભિલાલા સમાજમાં લગ્ન પહેલાં એક વિચિત્ર પરંપરા હજીયે નિભાવવામાં આવે છે. દીકરાનાં લગ્ન થવાનાં હોય ત્યારે તેને મા પ્રત્યેની જવાબદારીનો અહેસાસ કરાવવા માટે અને માના ધાવણનું કરજ યાદ કરાવવા માટે એક ખાસ વિધિ થાય છે. દુલ્હો જ્યારે ઘોડીએ ચડે છે અથવા તો કારમાં બેસીને જાન લઈને જતો હોય છે ત્યારે છેક છેલ્લે માનું સ્તનપાન કરાવવામાં આવે છે. માનાં સ્તન પર ગોળ લગાડવામાં આવે છે. દીકરો એ ગોળ ચાટીને માને પગે લાગીને આશીર્વાદ લે છે. આ આખીયે પ્રક્રિયા જાહેરમાં થાય છે. લોકોને એમાં કશું જ અજુગતું પણ નથી લાગતું. મધ્ય પ્રદેશના ખરગોન અને ઝાબુઆ જિલ્લાના ભિલાલા સમાજમાં આ રસમ અચૂક પળાય છે. સેંકડો વર્ષોથી આદિવાસી ક્ષેત્રોમાં વિવાહ દરમ્યાન આ વિધિ થાય છે. કેટલાક લોકો એને ખોટા નજરિયાથી જુએ છે, પણ એનો હેતુ ભાવનાત્મક અને સન્માનની દૃષ્ટિએ ઘણો ઊંચો છે. સમાજના મુખિયાનું કહેવું છે કે જ્યારે દુલ્હાની મા સ્તન પર ગોળ ચોપડીને દીકરાને સ્તનપાન કરાવે છે ત્યારે એ દીકરાને યાદ અપાવે છે કે તું ભલે પોતાનો સંસાર શરૂ કરી રહ્યો હોય, પરંતુ તને જન્મ દેનારી મા પ્રત્યે પણ તારી જવાબદારી છે એ ભૂલી ન જતો.
ઘોડીએ ચડતાં પહેલાં માથે એક ચૂંદડી ઓઢીને દુલ્હો માની છાતીએ વળગે છે અને એ ઘટના પરિવારજનોને બહુ ભાવુક કરનારી હોય છે.

