કેદીઓના શારીરિક સ્વાસ્થ્યને સુધારવા અને માનસિક સ્ટ્રેસથી મુક્તિ અપાવવા માટે મથુરાની જેલમાં અદ્દલ IPLની જેમ જેલ પ્રીમિયર લીગ JPL રમાડવામાં આવી હતી.
મથુરાની જેલમાં અદ્દલ IPLની જેમ જેલ પ્રીમિયર લીગ JPL રમાડવામાં આવી
કેદીઓના શારીરિક સ્વાસ્થ્યને સુધારવા અને માનસિક સ્ટ્રેસથી મુક્તિ અપાવવા માટે મથુરાની જેલમાં અદ્દલ IPLની જેમ જેલ પ્રીમિયર લીગ JPL રમાડવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ માટે બાકાયદા આઠ ટીમો બનાવવામાં આવી હતી અને તેમની વચ્ચે ૧૨ લીગ મૅચ થઈ. બુધવારે એની ફાઇનલ મૅચ રમાઈ હતી. જુદી-જુદી બૅરૅક્સ મુજબ આઠ ટીમો બનાવી હતી અને ટીમોને નાઇટ રાઇડર્સ, કૅપિટલ, ટાઇટન્સ, રૉયલ્સ જેવાં નામ આપવામાં આવ્યાં હતાં. બુધવારે નાઇટ રાઇડર્સ અને કૅપિટલની ટીમ વચ્ચે ફાઇનલ રમાઈ હતી. એમાં મૅન ઑફ મૅચ, મૅન ઑફ ધ સિરીઝ અને ઑરેન્જ તેમ જ પર્પલ કૅપ વિનર પણ જાહેર કરવામાં આવ્યા હતા.

