અમેરિકાના માઇકલ રૅડિફ નામના સર્કસના એક કલાકારે તાઇવાનમાં એક લાઇવ શો દરમ્યાન લોકોને અચંબિત કરી દીધા હતા. તેણે દાંતથી ૩ માણસોને ઊંચક્યા હતા, જેમનું કુલ વજન થતું હતું ૧૮૫.૮૦ કિલો.
ઊલટા લટકીને દાંતથી ૩ માણસોને ઊંચક્યા
અમેરિકાના માઇકલ રૅડિફ નામના સર્કસના એક કલાકારે તાઇવાનમાં એક લાઇવ શો દરમ્યાન લોકોને અચંબિત કરી દીધા હતા. તેણે દાંતથી ૩ માણસોને ઊંચક્યા હતા, જેમનું કુલ વજન થતું હતું ૧૮૫.૮૦ કિલો. આ સ્ટન્ટ દરમ્યાન માઇકલ રસ્સીથી ઊંધા માથે લટકતો હતો અને એક સળિયા પર ૩ વ્યક્તિને દોરડાથી બાંધવામાં આવી હતી. એ સળિયા સાથે બાંધેલા હાર્નેસને માઉથ-ગાર્ડ સાથે બાંધીને માઇકલે એ ત્રણેય વ્યક્તિને ઊંચકી હતી. ત્રણ પુખ્ત વ્યક્તિનું વજન ૧૮૫.૮૦ કિલો હતું. એટલું વજન ૧૦ સેકન્ડ સુધી માત્ર દાંતના સહારે જ ઊંચકીને માઇકલે વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. રેકૉર્ડના નિયમ મુજબ ત્રણેય વ્યક્તિને જમીનથી ઓછામાં ઓછા ૬ ઇંચ સુધી ઉપર ઊંચકવામાં આવી હતી.
આ પહેલાં હંગેરીના લૉરેટા ઍન્ટલ નામના ભાઈએ ૧૩૦ કિલો વજન દાંતથી ઊંચકવાનો રેકૉર્ડ ઇટલીમાં બનાવ્યો હતો, જે માઇકલે ૧૮૫.૮૦ કિલો વજન ઊંચકીને તોડ્યો હતો.

