સાથે જ ૧.૫ કિલોમીટરના મિનિમમ અંતરનું ભાડું ૧૫ રૂપિયા રાખવાનું નક્કી કરાયું છે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રની સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઑથોરિટીએ હવે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં બાઇક-ટૅક્સી ચલાવવા પહેલેથી જ ઍપ-બેઝ્ડ ટૅક્સી ચલાવતી કંપનીઓ ઓલા, ઉબર અને રૅપિડોને લાઇસન્સ આપવાના નિર્ણયને મંજૂરી આપી છે. સાથે જ ૧.૫ કિલોમીટરના મિનિમમ અંતરનું ભાડું ૧૫ રૂપિયા રાખવાનું નક્કી કરાયું છે. ત્યાર પછી પ્રત્યેક કિલોમીટરદીઠ ૧૦.૨૭ રૂપિયા ચાર્જ કરવામાં આવશે. છેલ્લા બે મહિનામાં ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને બાઇક-ટૅક્સી ચાલુ કરવા માટે ૪ અરજી મળી હતી. જોકે એમાંથી ઉપરોક્ત ૩ કંપનીઓને જ એ લાઇસન્સ આપવામાં આવ્યાં છે.
રાજ્ય સરકારે ગવર્નમેન્ટ રેઝોલ્યુશન્સ બહાર પાડીને ન્યુ મહારાષ્ટ્ર બાઇક-ટૅક્સી રૂલ 2025 બહાર પાડ્યા બાદ હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઈમાં રોજેરોજ રહેતા ટ્રાફિક જૅમ વખતે જો એક જ વ્યક્તિએ મુસાફરી કરવી હોય તો બાઇક-ટૅક્સી એક સારો વિકલ્પ બની શકે. એથી એના માટે લાંબા સમયથી માગણી થઈ રહી હતી. હવે ટૂંક સમયમાં મુંબઈગરાઓ એનો પણ લાભ લઈ શકશે.

