ક્લેમ રિન્કમાયર પોતાની દરેક ઈંટ વિશે વિગતથી વાતો કરે છે અને જણાવે છે દરેક ઈંટનો પોતાનો ઇતિહાસ છે અને એટલે જ મને એને જાળવી રાખવાનું ગમે છે
૮૭ વર્ષના ક્લેમ રિન્કમાયર
ઓકલાહોમામાં રહેતા ૮૭ વર્ષના ક્લેમ રિન્કમાયર નામના ભાઈ પાસે ઈંટોનું કલેક્શન છે. જ્યારે તેઓ બહારગામ ગયા હતા ત્યારે તેમની દીકરી અને જમાઈએ તેમના મિત્રો સાથે મળીને ઈંટના કલેક્શનને ગણ્યું અને એક-એક ઈંટ વિશે લખીને લિસ્ટ બનાવ્યું. ૪૦ વર્ષમાં ભેગી કરેલી ઈંટોના ખજાનામાં કુલ ૮૮૮૨ ઈંટો છે. એમાં રોમન જમાનાની ઈંટ પણ છે. ઘણી ઈંટો ૧૦૦થી ૨૦૦ વર્ષ જૂની છે. ક્લેમ રિન્કમાયર પોતાની દરેક ઈંટ વિશે વિગતથી વાતો કરે છે અને જણાવે છે દરેક ઈંટનો પોતાનો ઇતિહાસ છે અને એટલે જ મને એને જાળવી રાખવાનું ગમે છે. તેમના ફૅમિલી-મેમ્બર્સની મહેનતથી તેમને તેમના કલેક્શન માટે ‘વર્લ્ડસ લાર્જેસ્ટ કલેક્શન ઑફ બ્રિક્સ’ના ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સનું ઑફિશ્યલ સર્ટિફિકેટ સરપ્રાઇઝ રૂપે મળ્યું હતું અને તેઓ ખુશ થઈ ગયા હતા.

