એક વાઇલ્ડ-લાઇફ ફોટોગ્રાફરે એક નર સિંહની કેટલીક ક્લોઝ-અપ તસવીરો શૅર કરી છે જે જોઈને સૌ દંગ રહી ગયા છે
એક વાઇલ્ડ-લાઇફ ફોટોગ્રાફરે એક નર સિંહની કેટલીક ક્લોઝ-અપ તસવીરો શૅર કરી છે
એક વાઇલ્ડ-લાઇફ ફોટોગ્રાફરે એક નર સિંહની કેટલીક ક્લોઝ-અપ તસવીરો શૅર કરી છે જે જોઈને સૌ દંગ રહી ગયા છે, કેમ કે મસ્ત વાંકડિયા અને કર્લી કેશ ધરાવતો સિંહ જાજરમાન લાગવાની સાથે સોહામણો પણ લાગી રહ્યો છે. આવી કેશવાળી જાણે બ્યુટીપાર્લરમાં સેટ કરાવી હોય એવી લાગે છે. જોકે પ્રાણીઓના વિશેષજ્ઞોનું કહેવું છે કે સિંહોની કેશવાળી એમની આનુવંશિકતા અને મોસમનું મિશ્રણ છે. ઘણી વાર વરસાદમાં પલળ્યા પછી હવામાં ભેજ હોય અને કેશવાળી હજી સુકાઈ ન હોય ત્યારે આવા કર્લી કેશ બને છે. સિંહની કેશવાળીનો રંગ એની ઉંમર મુજબ બદલાતો રહે છે. ફોટોગ્રાફરે પણ જે ઍન્ગલથી સિંહની તસવીરો લીધી છે એનાથી જંગલના રાજા સિંહનો ઠસ્સો વિશેષ વધી ગયો લાગે છે.


