૨૯ સેકન્ડનો આ વિડિયો ઉત્તર પ્રદેશના કાસગંજનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સોશ્યલ મીડિયા પર એક અનોખા વિડિયોએ ચર્ચા જગાવી છે. આ વિડિયોની કોઈ ખાતરી નથી થઈ શકી, પણ વિડિયો ખૂબ વાઇરલ થયો છે. વિડિયોમાં એક ઉંદર દીવાલ પર લાગેલી ભગવાનની તસવીરો સામે હાથ જોડીને જાણે તેમની પૂજાઅર્ચના કરતો હોય કે ભક્તિભાવે દર્શન કરતો હોય એવું લાગી રહ્યું છે. ઉંદરને ભારે શ્રદ્ધાવાન ગણાવીને આ વિડિયો લોકોએ ખૂબ લાઇક અને શૅર કર્યો છે.
૨૯ સેકન્ડનો આ વિડિયો ઉત્તર પ્રદેશના કાસગંજનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વિડિયોમાં ઉંદર બ્રહ્મા અને દેવી માતાની તસવીરો સામે હાથ જોડીને દર્શન કરતો કે તાળીઓ પાડતો જોવા મળે છે. એને લોકોએ ઉંદરના ભક્તિભાવ સાથે જોડીને પશુ પણ ઈશ્વરભક્તિમાં લીન થઈ શકે છે એવો દાવો કર્યો હતો.


