Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નોટોથી દીપોત્સવ નિમિત્તે રતલામના મહાલક્ષ્મીનારાયણ મંદિરમાં ધનલક્ષ્મીથી સજાવટ

નોટોથી દીપોત્સવ નિમિત્તે રતલામના મહાલક્ષ્મીનારાયણ મંદિરમાં ધનલક્ષ્મીથી સજાવટ

Published : 19 October, 2025 02:47 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટોથી દીપોત્સવ નિમિત્તે રતલામના મહાલક્ષ્મીનારાયણ મંદિરમાં ધનલક્ષ્મીથી સજાવટ

શ્રી મહાલક્ષ્મી મંદિર

અજબગજબ

શ્રી મહાલક્ષ્મી મંદિર


મધ્ય પ્રદેશના રતલામ શહેરમાં માણકચોકમાં આવેલા શ્રી મહાલક્ષ્મી મંદિરમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ચલણી નોટોની સજાવટ જોવા મળતી હતી. જોકે આ વખતે પહેલી વાર કાલિકા માતા મંદિરમાં આવેલા શ્રી મહાલક્ષ્મીનારાયણ મંદિરમાં પણ ધનલક્ષ્મીથી સજાવટ થઈ છે. ૧, ૨, ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટોને ફોલ્ડ કરીને એમાંથી મંદિરની અંદરની સજાવટ કરવામાં આવી છે. આ વખતે બન્ને મંદિરોમાં ચલણી નોટોની સજાવટ થઈ છે. 

સામાન્ય રીતે માણકચોક પાસે આવેલું મહાલક્ષ્મી મંદિર નોટો અને સોનાનાં આભૂષણોની સજાવટ માટે દેશભરમાં પ્રસિદ્ધ છે, પરંતુ આ વખતે અહીં માત્ર ચલણી નોટોની સજાવટ થઈ છે. આ ચલણી નોટ કાળું નાણું નથી. એ કાળું નાણું ન હોય એ માટે દરેક ચલણી નોટ આપનારા ભક્તની ઑનલાઇન એન્ટ્રી કરવામાં આવી હતી. રોકડનું દાન કરનારા શ્રદ્ધાળુઓને પણ ઈ-મેઇલ પર ટોકન-નંબર આપીને એનો વન ટાઇમ પાસવર્ડ ક્રૉસ ચેક કર્યા પછી જ તેમની પાસેથી રકમ લેવામાં આવી છે. સાથે જ તેમનો મોબાઇલ-નંબર અને આધાર-નંબર પણ નોંધવામાં આવ્યા છે. જેમણે પણ સજાવટ માટે ચલણી નોટો આપી છે તેમને પ્રસાદી તરીકે આ નોટ પાછી આપવામાં આવશે. રકમ પાછી આપતી વખતે પણ એ ટોકન-નંબર અને વન ટાઇમ પાસવર્ડની સિસ્ટમથી જ અપાશે. ચલણી નોટોની સજાવટ હોવાથી બન્ને મંદિરોના એકેએક ખૂણામાં CCTV કૅમેરા લગાવવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં કોઈ અનિચ્છનીય ગતિવિધિઓ ન થાય એ માટે પોલીસ પણ તહેનાત કરવામાં આવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2025 02:47 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK