એક ગાળામાં લાગેલી આગ આજુબાજુના ગાળામાં બહુ જ ઝડપથી ફેલાઈ હતી
ઘટનાસ્થળ
મલાડ-ઈસ્ટના પઠાણવાડી વિસ્તારના સંજયનગરમાં આવેલા એક કમર્શિયલ ગાળામાં ગઈ કાલે બપોરે ૧૨.૫૪ વાગ્યે આગ ફાટી નીકળી હતી. એવું કહેવાય છે કે એ જગ્યાએ પહેલાં તબેલો હતો. એ પછી એને ગોડાઉનમાં અને કમર્શિયલ ગાળાઓમાં ફેરવી નાખવામાં આવ્યો હતો. એક ગાળામાં લાગેલી આગ આજુબાજુના ગાળામાં બહુ જ ઝડપથી ફેલાઈ હતી. દસથી ૧૨ ગાળા આ આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. સદ્નસીબે કોઈ ઈજાગ્રસ્ત થયું નહોતું, પણ બહુ મોટા પાયે માલસામાનનું નુકસાન થયું હતું. આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એ જાણી શકાયું નહોતું.

