Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૨૪ કલાકમાં ૧૧૭૦૭ પુલ-અપ્સ

૨૪ કલાકમાં ૧૧૭૦૭ પુલ-અપ્સ

Published : 01 July, 2025 12:49 PM | IST | Seoul
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઓહ રિપબ્લિક ઑફ કોરિયાની ૭૦૭મા સ્પેશ્યલ મિશન ગ્રુપમાં હતો અને ૭૦૭ના આંકડાને માન આપવા માટે તેણે આ ફિગર પસંદ કર્યો હતો.

સાઉથ કોરિયાના ઓહ યોહાન

અજબગજબ

સાઉથ કોરિયાના ઓહ યોહાન


સાઉથ કોરિયાના ઓહ યોહાન નામના એક્સ-આર્મી મૅને જેની કલ્પના પણ ન થઈ શકે એવો એક રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. તેણે ૨૪ કલાકમાં સૌથી વધુ પુલ-અપ્સ કરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. આ ચૅલેન્જ દરમ્યાન તેણે ૧૧,૭૦૭ પુશઅપ્સ કર્યા હતા. આમ તો આ કારનામું તેણે ગયા વર્ષે ૨૮ સપ્ટેમ્બરે કર્યું હતું, પરંતુ એને ઑફિશ્યલી ગિનેસમાં થોડા સમય પહેલાં જ સ્થાન મળ્યું છે. ઓહ યોહાનનું કહેવું છે કે તેનામાં હજીયે વધુ પુલ-અપ્સ કરવાનો સ્ટૅમિના બચ્યો હતો, પરંતુ તેણે ૧૧,૭૦૭ પુલ-અપ્સ પર અટકી જવાનું પસંદ કર્યું, કેમ કે તે આર્મીની એ ટુકડીનું સન્માન વધારવા માગતો હતો. ઓહ રિપબ્લિક ઑફ કોરિયાની ૭૦૭મા સ્પેશ્યલ મિશન ગ્રુપમાં હતો અને ૭૦૭ના આંકડાને માન આપવા માટે તેણે આ ફિગર પસંદ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2025 12:49 PM IST | Seoul | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK