જૂના સમયમાં મોટા ભાગના દેશોમાં સોનાનો સિક્કો મહોર તરીકે વપરાતો હતો.
સોનાનો સિક્કો
જૂના સમયમાં મોટા ભાગના દેશોમાં સોનાનો સિક્કો મહોર તરીકે વપરાતો હતો. આ મહોરમાં લોકોને ખાસ રસ રહેતો, કેમ કે એ આજના સમયમાં કરોડો રૂપિયા ખર્ચીને પણ મળવી દુર્લભ થઈ ગઈ છે. તાજેતરમાં સ્વિટ્ઝરલૅન્ડમાં થયેલા એક ઑક્શનમાં સ્પેનની સોનાની મહોર વેચાવા નીકળી હતી. એની અંદાજિત કિંમત ૨૦ કરોડની આંકવામાં આવી હતી, પરંતુ ૩૧ કરોડ રૂપિયામાં વેચાઈ હતી. આ સોનાની મહોર સદીઓથી ગુમ હતી. ૧૯૫૦માં અમેરિકામાંથી એ મળી આવી હતી.


