જોકે કેટલાક વિદ્યાર્થીઓ આ ઘટના જોઈ ગયા હતા એટલે તેમણે શિક્ષકોને કહ્યું કે શાકભાજીના વાસણમાં તો કૂતરાએ મોં નાખ્યું હતું
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
છત્તીસગઢના બલૌદાનગર ગામની સરકારી સ્કૂલમાં મિડ-ડે મીલ સાથે ગરબડ થઈ ગઈ હતી. ભોજન રેડી થયા પછી કેટલાક રખડુ કૂતરાઓએ તૈયાર ભોજનમાં મોં મારી દીધું હતું. કાર્યકર્તાઓએ તરત જ કૂતરાઓને ભગાડી દીધા હતા અને પોતાના રેઢિયાળપણાને ઢાંકવા માટે જાણે કંઈ બન્યું જ નથી એમ વર્તીને એ જ ભોજન બાળકોને પીરસી પણ દીધું હતું. જોકે કેટલાક વિદ્યાર્થીઓ આ ઘટના જોઈ ગયા હતા એટલે તેમણે શિક્ષકોને કહ્યું કે શાકભાજીના વાસણમાં તો કૂતરાએ મોં નાખ્યું હતું. આ ઘટના બહાર આવે એ પહેલાં લગભગ ૮૪ વિદ્યાર્થીઓએ કૂતરાઓએ બોટેલું શાક ખાઈ લીધું હતું. બાળકોએ આ વાત પોતાના ઘરે જઈને કરી તો બધા સ્કૂલ પર હલ્લો લઈને પહોંચ્યા. સ્કૂલ-પ્રશાસને મિડ-ડે મીલ બનાવતા કૉન્ટ્રૅક્ટર સામે સખત કાર્યવાહી કરવાની બાંયધરી આપી હતી અને તમામ વિદ્યાર્થીઓને કૂતરાની લાળને કારણે ફેલાતા હડકવાના રોગની સંભાવનાથી બચાવવા માટે ઍન્ટિ-રેબીઝ વૅક્સિનનાં ઇન્જેક્શન્સ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પાણીની બૉટલના શેપની પરબ
ADVERTISEMENT
સુરતના ઉધના-મગદલ્લા રોડ પર જાયન્ટ બૉટલના આકારની પાણીની પરબ બનાવવામાં આવી છે. ચાય પે ચર્ચા ટ્રસ્ટ નામની સંસ્થાએ આ પરબ બનાવી હોવાનું જાણવા મળ્યું છે.

