IPL 2025માં ઢીલા પડ્યા હતા, પરંતુ કેટલીક ખામીઓ હતી જેને દૂર કરવાની જરૂર હતી. આ વર્ષે ડિસેમ્બરમાં મિની ઑક્શન થવાનું છે
મહેન્દ્ર સિંહ ધોનીએ હાલમાં જ કરાવી હતી નવી હેરસ્ટાઇલ.
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના અનુભવી ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈમાં એક પ્રાઇવેટ ઇવેન્ટ દરમ્યાન ટીમની રણનીતિ વિશે મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. IPL 2025માં સંઘર્ષ કરનાર ચેન્નઈની બૅટિંગ લાઇન-અપ વિશે વાત કરતાં તેણે કહ્યું કે ‘અમે અમારા બૅટિંગ-ઑર્ડર વિશે થોડા ચિંતિત હતા, પરંતુ મને લાગે છે કે હવે અમારો બૅટિંગ-ઑર્ડર સંપૂર્ણપણે સ્થિર છે. ઋતુરાજ ગાયકવાડ ઇન્જરી બાદ વાપસી કરશે. એથી હવે અમે સંપૂર્ણપણે સ્થિર છીએ.’
તેણે વધુમાં કહ્યું કે ‘હું એમ નહીં કહું કે અમે IPL 2025માં ઢીલા પડ્યા હતા, પરંતુ કેટલીક ખામીઓ હતી જેને દૂર કરવાની જરૂર હતી. આ વર્ષે ડિસેમ્બરમાં મિની ઑક્શન થવાનું છે. એમાં અમે કેટલીક ખામીઓ દૂર કરીને ટીમને મજબૂત બનાવવાનો પ્રયાસ કરીશું.’
ADVERTISEMENT
તેણે એ પણ ઉલ્લેખ કર્યો કે ચેન્નઈ શહેર અને CSK ટીમે તેને વ્યક્તિ તથા ક્રિકેટર તરીકે સુધારવામાં મદદ કરી.

