ટૅન્ટલમ ધાતુ મળી આવી એ પંજાબ માટે જ નહીં, સમગ્ર ભારત માટે બહુ જ મહત્ત્વ ધરાવે છે
અતિ દુર્લભ અને કીમતી ધાતુ ટૅન્ટલમ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી રોપરના રિસર્ચની એક ટીમે પંજાબની સતલજ નદીના કિનારેથી ટૅન્ટલમ નામની એક દુર્લભ ધાતુ શોધીથી કાઢી છે.
નિષ્ણાતો કહે છે કે tantium ધાતુ મળી આવી એ પંજાબ માટે જ નહીં, સમગ્ર ભારત માટે બહુ જ મહત્ત્વ ધરાવે છે, કારણ કે એનો ઉપયોગ ઇલેક્ટ્રૉનિક્સ તથા સેમી-કન્ડક્ટર્સ બનાવવામાં થાય છે.
ઍટમિક નંબર 73 ધરાવતી આ ધાતુ ગ્રે રંગની હોય છે અને બહુ જ હેવી હોય છે. એનો રેઝિસ્ટન્સ પાવર બહુ જ સ્ટ્રૉન્ગ હોય છે. આ ધાતુ શુદ્ધ સ્વરૂપમાં હોય ત્યારે એને ગમે એ આકારમાં ઢાળી શકાય છે અને પાતળા વાયરમાં પણ એને પૂરવામાં આવે તો એ તૂટતી નથી. દોઢસો સેન્ટિગ્રેડ ઉષ્ણતામાન નીચેના તાપમાનમાં પણ જો એના પર કેમિકલ ભેળવવામાં આવે તો એની અસર થતી નથી. ટૅન્ટલમનો મેલ્ટિંગ પૉઇન્ટ પણ બહુ જ ઊંચો છે. એનાથી વધુ ઊંચો મેલ્ટિંગ પૉઇન્ટ ફક્ત ટંગસ્ટન અને રેનિયમ ધાતુનો હોય છે.

