માતાના મૃત્યુ પછી કોઈ પરિવારજન મદદે ન આવતાં દસ વર્ષના દીકરાએ એકલાએ માનું પોસ્ટમૉર્ટમ અને અંતિમ સંસ્કાર કરાવ્યાં
દસ વર્ષના દીકરાએ એકલાએ માનું પોસ્ટમૉર્ટમ અને અંતિમ સંસ્કાર કરાવ્યાં
ઉત્તર પ્રદેશના એટામાં માનવતામાંથી વિશ્વાસ ઊઠી જાય એવી એક ઘટના સામે આવી છે. અહીં ૧૦ વર્ષનો એક છોકરો તેની માના શબ સાથે એકલો હતો, પરંતુ તેની મદદે કોઈ આગળ ન આવ્યું. ન સગાંઓ, ન પાડોશીઓ. વાત એમ હતી કે થોડાં વર્ષો પહેલાં તેના પિતા એઇડ્સની બીમારીમાં મૃત્યુ પામ્યા હતા અને તેનો ચેપ માને પણ લાગી ગયો હતો. એ પછી મા ટીબી અને હ્યુમન ઇમ્યુનોડેફિશ્યન્સી વાઇરસ (HIV)ના સંક્રમણથી હેરાન થઈ રહી હતી. આ ચેપી રોગને કારણે લોકોએ આ પરિવાર સાથે બોલવા-ચાલવાનો સંબંધ તોડી નાખ્યો હતો. દીકરાએ કાનપુરની એક હૉસ્પિટલમાં માને ભરતી કરી હતી, પણ તેનો જીવ બચી ન શક્યો. ચેપી રોગને કારણે તેની માને હૉસ્પિટલના કોઈ કર્મચારીએ પણ મદદ ન કરી. એવા સમયે દીકરો જાતે જ સ્ટ્રેચર લઈને પોસ્ટમૉર્ટમ કરવા પહોંચ્યો હતો. બહુ દૂરના એક સગાને આ વાતની ખબર પડતાં તેમણે દીકરાને મદદ કરી અને તેની માતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.


