Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સવારે ૪ વાગ્યે કારમાં હાર્ટ-અટૅક આવ્યો, સેલ્ફ-ડ્રાઇવિંગ કારે પૅસેન્જરને હૉસ્પિટલમાં પહોંચાડીને જીવ બચાવ્યો

સવારે ૪ વાગ્યે કારમાં હાર્ટ-અટૅક આવ્યો, સેલ્ફ-ડ્રાઇવિંગ કારે પૅસેન્જરને હૉસ્પિટલમાં પહોંચાડીને જીવ બચાવ્યો

Published : 22 June, 2026 03:30 PM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડૉક્ટરોનું કહેવું હતું કે આ ભાઈને સિવિયર હાર્ટ-અટૅક આવ્યો હતો અને તેમની હૃદયની ૩ નળીઓમાં સર્જરીની જરૂર હતી

સમયસર સારવાર મળી જતાં આ ભાઈનો જીવ બચી ગયો હતો

અજબ ગજબ

સમયસર સારવાર મળી જતાં આ ભાઈનો જીવ બચી ગયો હતો


અમેરિકામાં સેલ્ફ-ડ્રાઇવિંગ કાર ટેસ્લામાં એક ભાઈ ઍટલાન્ટાથી આખી રાત સફર કરીને બીજા શહેર જઈ રહ્યા હતા. જોકે વહેલી સવારે ૪ વાગ્યે તે ભાઈને છાતીમાં ભાર લાગવા લાગ્યો અને શરીર અકડાઈ ગયું. તેમણે તરત જ દીકરાને ફોન કર્યો. દીકરાએ તરત જ એ કારને પોતાના મોબાઇલની ઍપ દ્વારા ગાઇડ કરીને નજીકમાં આવેલી હૉસ્પિટલમાં જવા માટે કમાન્ડ આપ્યો. બીજી તરફ તેણે એ હૉસ્પિટલમાં પણ ફોન કરીને રાખ્યો કે એક ઇમર્જન્સી કેસ આવી રહ્યો છે. કાર જાતે ડ્રાઇવ થઈને

હૉસ્પિટલમાં પટલનો સ્ટાફ તૈયાર જ બેઠો હતોહોંચી ત્યાં સુધીમાં પેલા ભાઈ હોશ ખોઈ બેઠા હતા, પરંતુ હૉસ્પિ. તેમણે કારમાંથી તે માણસને બહાર કાઢીને તરત જ ઇમર્જન્સી વૉર્ડમાં દાખલ કરી દીધા. સમયસર સારવાર મળી જતાં આ ભાઈનો જીવ બચી ગયો હતો.



ડૉક્ટરોનું કહેવું હતું કે આ ભાઈને સિવિયર હાર્ટ-અટૅક આવ્યો હતો અને તેમની હૃદયની ૩ નળીઓમાં સર્જરીની જરૂર હતી. જો તેઓ કાર સાઇડમાં પાર્ક કરીને ઍમ્બ્યુલન્સ આવવાની રાહ જોતા રહ્યા હોત તો બચી શક્યા ન હોત.


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2026 03:30 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK