Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મનાલીથી લેહનું ૪૮૦ કિલોમીટરનું અંતર ૯૮.૨ કલાકમાં દોડીને બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

મનાલીથી લેહનું ૪૮૦ કિલોમીટરનું અંતર ૯૮.૨ કલાકમાં દોડીને બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

Published : 03 February, 2026 10:57 AM | IST | Leh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૧માં સુફિયાએ આટલું જ અંતર કાપવા માટે ૧૫૬ કલાકનો સમય લીધો હતો

સુફિયા

સુફિયા


રાજસ્થાનના અજમેરમાં રહેતી અલ્ટ્રા મૅરથૉન રનર સુફિયા સુફીએ દોડવાનો અનોખો વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. તેણે મનાલીથી લેહ સુધીની ૪૮૦ કિલોમીટરની મૅરથૉન ૧૦૦ કલાકની અંદર પૂરી કરી હતી. સુફિયાએ મનાલીથી લેહ સુધી ૯૮.૨ કલાક સુધી દોડીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. 

૨૦૨૧માં સુફિયાએ આટલું જ અંતર કાપવા માટે ૧૫૬ કલાકનો સમય લીધો હતો. જોકે એ કારનામાને કારણે તેને હિમાલયનો હાઇવે દોડીને પાર કરનાર મહિલાનો ખિતાબ મળ્યો હતો. હવે તેણે પોતાનો જ રેકૉર્ડ તોડીને ૧૦૦ કલાકની અંદર જસ્ટ ૯૮.૨ કલાક સતત દોડીને એક માણસની સહનશક્તિની નવી ચરમસીમા પાર કરી હતી. ૪૮૦ કિલોમીટરનો આ રસ્તો દુનિયાના સૌથી મુશ્કેલ ટ્રેકમાંનો એક છે, કેમ કે એમાં લગભગ ૧૭૦૦૦ ફુટ ઊંચો પહાડી વિસ્તાર દોડીને પાર કરવાનો છે. દોડ દરમ્યાન ઝીરોથી નીચા તાપમાનમાં અને ૫૬ ટકાથી ઓછા ઑક્સિજન-લેવલ પર તેની કસોટી થઈ હતી. સુફિયાનું આ કારનામું ૨૦૨૩માં થયું હતું. એ વખતે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા તમામ પરિમાણો મૉનિટર કરવામાં આવ્યાં હતાં. જોકે આ કારનામાને ઑફિશ્યલ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડનું સર્ટિફિકેટ આપવાનું કામ તાજેતરમાં થયું છે. લગભગ બે વર્ષ પછી સુફિયાને તેના વિશ્વવિક્રમનું પ્રમાણપત્ર મળ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2026 10:57 AM IST | Leh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK