ઉત્તર પ્રદેશના ઓરૈયામાં ૭૫ વર્ષના બિસંદર દયાલ નામના બુઝુર્ગે પોતાના જ દોસ્તની કિશોરવયની દીકરી સાથે ઘૃણાસ્પદ કામ કર્યું. તે છોકરી પાંચેક મહિના પહેલાં ખેતરમાંથી ઘરે આવી રહી હતી ત્યારે બિસંદરે તેને ઘરે બોલાવી હતી અને એ વખતે તેમના ઘરે કોઈ નહોતું.
દોસ્તની કિશોરવયની દીકરી પર રેપ કર્યો ૭૫ વર્ષના દાદાએ
ઉત્તર પ્રદેશના ઓરૈયામાં ૭૫ વર્ષના બિસંદર દયાલ નામના બુઝુર્ગે પોતાના જ દોસ્તની કિશોરવયની દીકરી સાથે ઘૃણાસ્પદ કામ કર્યું. તે છોકરી પાંચેક મહિના પહેલાં ખેતરમાંથી ઘરે આવી રહી હતી ત્યારે બિસંદરે તેને ઘરે બોલાવી હતી અને એ વખતે તેમના ઘરે કોઈ નહોતું. બળજબરીથી સંબંધ બનાવીને તેણે છોકરીને ધમકી આપી કે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ. ડરેલી કન્યાએ કોઈને કંઈ કહ્યું નહીં. જોકે સંબંધનું ફળ કિશોરીના પેટમાં આકાર લઈ રહ્યું હતું એ વાતથી તેઓ અજાણ હતા. જ્યારે કિશોરીનું પ્રેગ્નન્ટ પેટ ચાડી ખાવા લાગ્યું ત્યારે તેની મમ્મીએ ડૉક્ટર પાસે તપાસ કરાવતાં આખો મામલો બહાર આવ્યો હતો. કન્યાના બયાન અને મેડિકલ તપાસ બાદ બિસંદર દયાલને પોલીસે પકડી લીધો હતો.

