એક માણસે પોતાના ખેતરમાં હળ ચલાવવા માટે બળદ નહીં પણ ઊંટનો ઉપયોગ કર્યો છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક માણસે પોતાના ખેતરમાં હળ ચલાવવા માટે બળદ નહીં પણ ઊંટનો ઉપયોગ કર્યો છે. ઊંટની પીઠ પર કાઠી બાંધી એની સાથે લાકડું જોડીને ખેડૂત એના પર બેસી ગયો છે. ખેતરમાં આપણે વર્ષો પહેલાં હળ લઈને ચાલતા બળદો કે માણસો જોયા છે. હવે તો ટ્રૅક્ટરનો જમાનો આવી ગયો છે ત્યારે ખેડૂતભાઈ ઊંટની મદદથી ખેતર ખેડે છે એ વિડિયો જબરો વાઇરલ થયો છે.

