આ વ્યક્તિએ બાથરૂમમાં સાદા પ્લાસ્ટિકના નળ પર પ્લાસ્ટિકનો પાઇપ લંબાવીને શાવર જેટલો લાંબો કર્યો છે અને એના પર બીજા નાના ૪ પાઇપ લગાડી દીધા છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
એક વ્યક્તિએ ઘરના બાથરૂમમાં કરેલા દેશી જુગાડનું કરતબ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયું છે. આ વાઇરલ વિડિયોમાં ભાઈનો બાથરૂમ દેખાડવામાં આવ્યો છે જેમાં સસ્તો પણ યુનિક શાવર જોવા મળ્યો છે. આ વ્યક્તિએ બાથરૂમમાં સાદા પ્લાસ્ટિકના નળ પર પ્લાસ્ટિકનો પાઇપ લંબાવીને શાવર જેટલો લાંબો કર્યો છે અને એના પર બીજા નાના ૪ પાઇપ લગાડી દીધા છે. એટલું જ નહીં, એ પાઇપમાં કાણાં પાડીને એવી રીતે પાઇપ ફિટ કર્યા છે કે કૉક ફેરવીને પાણીનો પ્રવાહ શરૂ કરે એટલે એકદમ ફાઇવસ્ટાર શાવરની જેમ પાણી માથા પર પડે. બાથરૂમમાં ગોઠવેલા પાઇપની વ્યવસ્થા અને દેશી જુગાડથી ચાલતા આ શાવરને આખા વિડિયોમાં ઝીલી લેવાયો છે.
આ વિડિયો જોઈને લોકોએ ભાતભાતની કમેન્ટ્સ કરીને આ વ્યક્તિના દેશી જુગાડને બિરદાવ્યો હતો. કમેન્ટમાં લોકોએ કહ્યું હતું કે ‘આ ન સડશે કે ન લીક થશે.’ કોઈકે વળી લખ્યું હતું કે ‘મોંઘાં મૉડલ્સથી બહેતર છે આ દેશી શાવર.’


