સામાન્ય રીતે સ્નો લેપર્ડ માણસોની નજીક હુમલો કરવા માટે જ આવતો હોય છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અત્યાર સુધી હિમાલયના બર્ફીલા પ્રદેશોમાં દૂરથી જ જોવા મળતો સ્નો લેપર્ડ કટોકટીના સમયે માણસ પાસે મદદ માગવા આવે એવી ઘટના ભાગ્યે જ સાંભળવા મળે છે. તાજેતરમાં ઉત્તર ભારતમાં આવેલા બર્ફીલા તોફાનમાં આવી ઘટના કૅમેરામાં કેદ થઈ હતી. સામાન્ય રીતે સ્નો લેપર્ડ માણસોની નજીક હુમલો કરવા માટે જ આવતો હોય છે, પરંતુ એક દોરી પકડીને સ્નો લેપર્ડ માણસની પાસે આવે છે અને તેને લિટરલી એક દુર્ગમ જગ્યાએ એની પાછળ આવવા માટે દોરી જાય છે. એ પર્વતની કિનારી પર ફસાયેલા પોતાના બચ્ચાને દેખાડીને એને બચાવવા માટે વગર શબ્દે મદદ માગે છે. પર્વતારોહક નજીકના એક ઝાડ સાથે દોરી બાંધીને એનાથી લટકીને પેલા બચ્ચાને બચાવી લાવે છે. એ પછી સ્નો લેપર્ડ અને એનું બચ્ચું ખૂબ શાંતિથી ત્યાંથી ચાલ્યા જાય છે.


