આ કૉફી બીન્સ કે બૅગનો ભાવ ૧૪૮૦ પાઉન્ડ એટલે કે અંદાજે ૧.૫૫ લાખ રૂપિયાથી વધારે હોય છે
અજબ ગજબ
પ્રતીકાત્મક તસવીર
લંડનમાં મેફેર બરિસ્તા નામના કૉફી શૉપમાં કૉફીની ચૂસ્કી મેળવવા માટે વજનદાર બૅન્ક-બૅલૅન્સ અનિવાર્ય છે, કારણ કે અહીં બ્રિટનની સૌથી મોંઘી કૉફી મળે છે. આ શૉપમાં કૉફીના એક કપની કિંમત ૨૬૫ પાઉન્ડ એટલે કે અંદાજે ૨૭,૦૦૦ રૂપિયા છે. આટલી ઊંચી કિંમત પાછળનું કારણ એ છે કે આ કપ માટેનાં કૉફી બીન્સ જપાનના ઓકિનાવા ટાપુ પર આવેલા નાકાયામા નામની જગ્યાએથી મગાવવામાં આવે છે. આ ટાપુ પર વિશ્વનાં શ્રેષ્ઠ કૉફી બીન્સ પાકે છે. આ કૉફી બીન્સ કે બૅગનો ભાવ ૧૪૮૦ પાઉન્ડ એટલે કે અંદાજે ૧.૫૫ લાખ રૂપિયાથી વધારે હોય છે. સ્વાભાવિકપણે જ ઘણા ઓછો લોકો આટલી મોંઘી કૉફી ઑર્ડર કરતા હોય છે. કૉફી શૉપના સ્ટાફના જણાવ્યા પ્રમાણે સપ્તાહમાં માંડ બે કે ત્રણ લોકો આ કૉફી પીવાનું પસંદ કરે છે.